3046

ગાંધીનગરમાં આજે બપોર બાદ વરસાદે વિરામ લેતાં સૂર્યના દર્શન થયા હતા અને તેની સાથે જ લોકોએ રાહતનો દમ લીધો હતો. રોજબરોજના કામો માટે લોકો બહાર નિકળ્યા હતા અને રવિવારની ખરીદીનો આનંદ પણ ઉઠાવ્યો હતો. 
ગાંધીનગર જિલ્લામાં સતત બે દિવસ મેઘ મહેર યથાવત રહી હતી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ધમરોળી રહેલા મેઘરાજા જાણે ગાંધીનગરમાં વહાલ વરસાવવાથી ખાસ ખેડૂતોમાં આનંદની લાંગણી પ્રસરી છે. અહીં કોઇ મોટી ખાનાખરાબી હજુ સુધી થઇ નથી. જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન જ મોસમનો કુલ વરસાદ ૪૫ ટકા, મતલબ કે ૧૩.૭૦ ઇંચ થઇ ગયો છે.૬૦ ટકા વરસાદ સાથે કલોલ તાલુકો પ્રથમ નંબરે, ૪૨ ટકા વરસાદ સાથે દહેગામ તાલુકો બીજા નંબરે અને મોસમના ૩૭ ટકા વરસાદ સાથે ગાંધીનગર અને માણસા તાલુકા ત્રીજા નંબરે રહ્યાં છે. 
ખેતી અને પીવાના પાણીના સંબંધે આ ખુબ સારી વાત છે, પરંતુ ચો તરફ ભરાયેલા પાણી, ઉભરાતી ગટરો, તૂટેલા રસ્તાથી પ્રજાજનો રીતસરના પરેશાન થઇ ગયાં છે.ગાંધીનગર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત રહી છે. તેથી ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
શનિવારે સવારે ૮ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં વરસાદની રમઝટ બોલી હતી. તેમાં કલોલ તાલુકામાં ૫.૫૪ ઇંચ, દહેગામમાં ૩.૩૪ ઇંચ, ગાંધીનગરમાં ૨.૮૦ ઇંચ અને માણસા તાલુકામાં ૧.૭૫ ઇંચ વરસાદ થયો હતો. જિલ્લાનો સરેરાસ વરસાદ સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૪ કલાકનો ૩.૩૮ ઇંચ નોંધાયો હતો. જ્યારે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં ૪ મીલીમીટર, કલોલમાં ૧૦ મીલીમીટર અને માણસા તાલુકામાં ૧૮ મીલીમીટર વરસાદ નોંધાયો હતો.આ સાથે કલોલ તાલુકાનો મોસમનો સરેરાશ વરસાદ ૧૮.૨૧ ઇંચ, દહેગામમાં ૧૩.૫૪ ઇંચ, માણસામાં ૧૨.૫૦ ઇંચ અને ગાંધીનગર તાલુકામાં ૧૦.૭૧ ઇંચ વરસાદ થયો છે. જિલ્લામાં ચોમાસાની જમાવટ સાથે વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન જ મોસમનો કુલ વરસાદ ૪૫ ટકા, મતલબ કે ૧૩.૭૦ ઇંચ થઇ ગયો છે.