1777

ગાંધીનગર નાગરિક બેંકના સહયોગથી હેપ્પી યુથ કલબ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક બેંક સેકટર - ૧૬ ખાતેની હેડ ઓફિસના ત્રીજા માળે રકતદાન કેમ્પના આયોજન દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓને રકત પુરુ પાડવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું હતું. 
ગાંધીનગર સિવિલ ખાતે અવારનવાર રકતની અછતને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. તે ન પડે તે માટે થઈને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રકતદાન કેમ્પના આયોજન કરી રકત પુરુ પાડવામાં આવે છે. નાગરિકોએ પણ રકતદાન કરી પોતાનો ધર્મ બજાવ્યો હતો.