2818

સરકાર દ્વારા વિવિધ પુજાની સામગ્રીઓ પર જીએસટી લાગુ કરી તેમાં ટેક્સ લગાવાયો હોવાના નિર્ણયનો વિરોધ સમસ્ત ભારતમાં અલગ અલગ સ્થળો પર થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગાંધીનગરના બ્રહ્મ સમાજ દ્વારા પણ વિરોધ દર્શાવતા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ યુવા પાંખ, ગાંધીનગર દ્વારા આજે બ્રાહ્મણોની કર્મકાંડની સામગ્રી પર સરકાર દ્વારા જીએસટી લગાવામાં આવ્યો છે તે દૂર કરવા માટેનું આવેદનપત્ર ગાંધીનગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું છે. જેમાં રાજ્યના બ્રહ્મઅગ્રણીઓ અશ્વિન ત્રિવેદી, દિવ્ય ત્રિવેદી, જીગર ત્રિવેદી, ધનંજય જોશી, રવિ ત્રિવેદી, જયશ્રીબેન ખેતીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.