3014

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજ રોજ તા. ૧૪ મી જુલાઈ, શુક્રવારના રોજ ગુડાની નગર રચના યોજના નં. ૧૦ (અડાલજ) ખાતેનું રૂા. ૧પ લાખના ખર્ચે ર કિ.મી.માં એલઈડી સ્ટ્રીટલાઈટના ૬૦ પોલ નાખવાનું ભૂમિપુજન કરવામાં આવેલ અને અડાલજ ખાતે જે સિંધુભવનથી અડાલજ સર્કલ સુધીનો સર્વિસ રોડનું પણ ભૂમિપુજન કરવામાં આવેલ. જે રોડ અંદાજે પ૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે. સદર રોડ બનવાથી આજુબાજુની સોસાયટીઓને તથા અડાલજ ગામના રહીશોને વધુ સરળતા મળશે અને ટ્રાફિક માટે વધુ સરળતા બની રહેશે.