3012

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આગાહી મુજબ અગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ બારે મેઘ ખાંગા બન્યા છે. ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય બનતા દક્ષિણ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત ઉપર આવી રહ્યુ છે અને આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે. કેટલાક સ્થળોએ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સાબરકાંઠામાં મેઘ મહેર યથાવત રાખી છે. રાજ્યના ૫૧ તાલુકાઓમાં નોંધનિય વરસાદ થયો છે. સાપુતારમાં પાંચ ઈંચ વરસાદને પગલે ગીરાધોધમાં પાણીની ભારે આવત થતાં પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે.
ઉપરવાસમાં ધોધમાર અને ડાંગ જિલ્લામાં પાંચ ઈંચ જેટલો જેટલો વરસાદ વરસ્યો છે.  જેને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે ગીરાધોધમાં પણ ફૂલ પાણી જોવા મળ્યું હતું. અહીં કોઈ ડૂબી જવાની ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગીરાધોધમાં આટલું પહેલીવાર આવ્યું છે. ભારે વરસાદને કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.  તા.૧૪મી જુલાઇએ ઓરેન્જ એલર્ટ,૧૫મી જુલાઇએ રેડએલર્ટ અને ૧૬મી જુલાઇએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગ સાબદો કરવામાં આવ્યો છે અને કૃષિ નિષ્ણાતો દ્વારા અગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન  વાવણી કાર્ય ન કરવા સલાહ આપવામાં આવી રહી છે. રાજ્યમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત રાખી છે. રાજ્યના ૫૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધરમપુર તાલુકામાં ૧૦૧ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, વાંસદામાં ૮૪ મી.મી., વલસાડમાં ૮૪ મી.મી., વાપીમાં ૭૩ મી.મી. અને ઉચ્છલમાં ૭૭ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૪/૦૭/૨૦૧૭ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડોલવણ તાલુકામાં ૫૨ મી.મી., માંગરોળમાં ૫૨ મી.મી., ગણદેવીમાં ૪૮ મી.મી., પારડીમાં ૬૦ મી.મી., ડાંગમાં ૬૭ મી.મી., સુબીરમાં ૬૮ મી.મી. અને વધઇમાં ૬૯ મી.મી. મળી કુલ ૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
આ ઉપરાંત રાજ્યના ડભોઇ, ગરબાડા, ઝાલોદ, નેત્રંગ, વાગરા, વાલીયા, ડેડિયાપાડા, ગરૂડેશ્વર, સાગબારા, સોનગઢ, વાલોડ, વ્યારા, પલસાણા, ઉમરવાડા, ચીખલી, જલાલપોર અને ખેરગામ મળી કુલ ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૨ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.