3050

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત બી.પી.કૉલેજ ઓફ બિઝ્‌નેશ ઍડિ્‌મનિસ્ટ્રેશન (બીબીએ) ના વિદ્યાર્થીઓએ ઇવેન્ટ મેનેજમેન્ટ ની તાલીમ મેળવવા અનેક રાજ્યકક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષા ની  ઇવેન્ટનું સંચાલન કરવાનો મોકો મેળવેલ છે. જેમાં ગાંધીનગર આઈ.ટી. એક્સ્પો, ગુજકોસ્ટ, ઇન્ડિયન ડાયસ્પોરા, નોબેલ વિનર્સ સમીટ તેમજ કચ્છ રણઉત્સવ અને ગુજકોસ્ટ તેમજ સાયન્સ સીટી ખાતે આયોજિત અનેક કાર્યકર્મનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ કાર્ય કર્યું હતું. અને આજ કડીના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલિત ૨૫માં અધિવેશન કાર્યક્રમનું મેનેજમેન્ટ શહેરની નામાંકિત બીબીએ કોલેજના ૧૫ વિદ્યાથીર્ ઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મેનજમેન્ટના વિદ્યાર્થીઓને  ફક્ત વર્ગખંડમાં રહી પુસ્તકમાં રહેલા મેનેજમેન્ટના કાર્યોની માહિતીજ નહિ પણ ક્ષેત્રમાં જઈ સમગ્ર અભ્યાસનું પ્રાયોગિક અમલીકરણ કરી શકે તેવા પ્રયત્નો કોલેજ દ્વારા હંમેશા કરવામાં આવે છે. સમગ્ર તયા કોઈપણ ક્ષેત્રને મેનેજમેન્ટ વગર ચલાવી ન શકાય તે બાબત ને નિષ્ણાંતો પણ દ્રઢપણે માને છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોર્ટ મેનેજમેન્ટ, હોસ્પીટાલીટી મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં સુંદર કારકિર્દી ઘડતરના દ્વાર  વિદ્યાર્થી ઓ માટે ખુલી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પણ તે પ્રમાણે તૈયાર કરવા આવશ્યક બન્યા છે. જો આ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની વાત કરીએ તો આ વર્ષની થીમ “ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ” રાખવામાં આવેલ જેના પર વિદ્યાર્થીઓને ખુબ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. 
બાળકોને સાયન્સ તેમજ શોધ સંશોધન બાબતે ઉત્સાહિત કરવાનો મુખ્ય ઉદેશ્ય હોવાનો અત્રે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવ્યું હતું. આ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ વિભાગના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થીતીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ દ્વારા તેમના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને “કાંઇક કરવું છે.” તેવા દ્રઢ નિર્ધાર સાથે આગળ વધવા નો સંકલ્પ કરવા જણાવ્યું હતું. દ્ગઝ્રજીઝ્ર એક રાષ્ટ્રીય ચળવળ છે. જેના બાબતે સુજીત બેનર્જી દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ડો. નીરજ શર્માએ ભાવી યુવાશક્તિના હાથમાં દેશનું ભવિષ્ય સચવાય તેવા ઉદેશ્યથી તેઓ ને “ગેમ ચેન્જર ગણાવ્યા હતા.” ગુજકોસ્ટના ડિરેક્ટર નરોત્તમ સાહુ સાહેબ દ્વારા બીબીએ ના વિદ્યાર્થીઓને સમગ્ર ઇવેન્ટ મેનેજ કરવા માટે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.સમગ્ર ઇવેન્ટ મેનેજમેન્ટ બાબતે કોલેજના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સમિતિનાં હેડ ડો.જયેશ તન્ના અને પ્રો.આશિષ ભુવાએ વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ બાબતે કો-ઓર્ડીનેશન કરી સમગ્ર ઇવેન્ટ ને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા.