1760

ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલ પાંખ તરફથી પંચદેવ મંદિર સામે ગંદકી હટાવવા માટે ખાસ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચદેવ મંદિરની સામે ગંદકીને નેતા તથા સંગઠનના લોકો દ્વારા સાફ કરી સ્વચ્છ બનાવાયા હતા. 
આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન મનુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ, મેયર પ્રવિણ પટેલ, પૂર્વ ડે. મેયર કાર્તિકભાઈ પટેલ, યુવા પ્રમુખ અમિતભાઈ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પ્રવીણાબેન દરજી, મનુભા ધાંધલ અને તેમના ધર્મપત્નિ, રૂચિરભાઈ, વિષ્ણુંભાઈ પટેલ(બાપજી) સહિત મોટી સંખ્યામાં સંગઠન અને ચૂંટાયેલા સભ્યો જોડાયા હતા.