2234

પ્રાથમિક શિક્ષણ એ જીવનનું અભિન્ન અંગ છે, ત્યારે દિકરીઓ પણ વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે માતા-પિતાએ સક્રિય થવું પડશે તેવું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ. દિકરીઓ ઉચ્ચ શિક્ષણ દ્વારા સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવી શકે તે માટે ઉચ્ચ શિક્ષણ આપવા માટે તેમણે માતા-પિતાને અપીલ કરી હતી. 
આજે કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૭ અંતર્ગત બીજા દિવસે ભાવનગર જિલ્લાના રંઘોળા ખાતે એલ.ડી. પટેલ હાઈસ્કૂલ ખાતે બાળકોને નામાંકન કરાવતા મંત્રીએ કહ્યું કે, શિક્ષણ જ સમાજ વિકાસમાં મહત્વનું પરિબળ પૂરવાર થઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારના આ મહત્વના આ અભિયાનમાં રાજ્યનો પ્રત્યેક નાગરિક પોતાનું યોગદાન આપી પોતાના ભૂલકાંઓને ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડે તે અનિવાર્ય છે. 
આ પ્રસંગે શિક્ષણમંત્રી તથા મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અમૃત વચનમા બેટી બચાવો, પાણી બચાવો, વૃક્ષા રોપણ ઉપર ગંભીરતાથી વિચારવા જણાવ્યું હતું.  
આ પ્રસંગે આંગણવાડીમાં દાતાઓ દ્રારા મળેલ રમકડા તથા પાઠય પુસ્તકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ શાળા પ્રવેશોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ કેશવજીભાઇ, જિલ્લા શિક્ષણ અઘિકારી પ્રજાપતિ, પેથાભાઇ આહિર, સરપંચ ભોજ, શશીકાંત ભોજ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.