2181

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાત કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. અમદાવાદમાં યુવા કોંગ્રેસનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિતરણ કરાયેલ પત્રિકામાંથી શંકરસિંહ બાપુના નામની બાદબાકી થઈ છે. બાપુનું નામ પત્રિકામાંથી નામ ગાયબ થતાં અટકળો તેજ બની છે. જોકે ગુજરાત કોંગ્રેના પ્રમુખ ભરતસિંહ સોલંકી અત્યારે બાપુને માનવવા માટે વસંત વગડો પહોંચ્યા છે. જ્યાં ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે બંધ બારણે ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ કોંગ્રેસના પોસ્ટરમાંથી બાપુનું નામ ગાયબ થતાં અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા હતા. 
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શંકરસિંહ બાપુ અને મારી વચ્ચે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. બાપુના નિવાસ સ્થાને મેં ચા અને કેરી પણ ખાધી. જ્યારે બાપુની નારાજગી અંગે મારે ચર્ચા પણ થઈ હતી. યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપવા બાબતે પણ મારે ચર્ચા થઈ જો કે બાપુએ આવવાની ના પાડી હતી. 
ગુજરાત કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનના આમંત્રણ પત્રિકામાં શંકરસિંહ વાઘેલાનું નામ નથી. જેના કારણે બાપુને ખોટુ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને ભરતસિંહ સોલંકી ગાંધીનગર ખાતે આવેલ વસંત વગડો શંકરસિંહ બાપુના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં.  ૯ જૂને અમદાવાદમાં યુવા કોંગ્રેસનો કાર્યક્રમ યોજાવાનો છે. 
જેના માટે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી જોકે આ પત્રિકામાં શંકરસિંહ વાઘેલાના નામની બાદબાકી કરવામાં આવી છે. જેના કારણે અટકળો તેજ બની હતી. જોકે ભરતસિંહ સોલંકી અત્યારે ગાંધીનગર ખાતે આવેલ શંકરસિંહ બાપુના નિવાસ સ્થાને મનાવવા માટે પહોંચ્યા હતાં.