3049

ગાંધીનગરના ખુલ્લા માર્ગો પર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. કાલે વરસાદી વાતાવરણ વચ્ચે મોડી રાત્રે કારચાલકે કાબુ ગુમાવતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યાં લગાડેલા મોટા સિમેન્ટના થાંભલાને પણ ઉડાવ્યો હતો. જો કે સવારે વહેલાં ટ્રાફિક પોલીસે આ કારને રોડ પરથી હટાવવાની કામગીરી ક્રેઈન દ્વારા હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે પરંતુ કોઈ જાન હાની થઈ નથી.