2854

ગુજરાત સરકાર દ્વારા ઉપસચિવની કેડર સીધી ભરતીથી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપસચિવ વર્ગ-૧ની ભરતી સંદર્ભે સરકારે ફેરવી તોળ્યું છે. હવે આ તમામ ઉપસચિવોની જગ્યા બઢતી જ ભરાશે આ અંગે દરખાસ્ત જે કરવામાં આવી છે તેને પડતી મુકવાનો રાજયના સામાન્ય વહીવટી વિભાગ નિર્ણય લીધો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઉપસચિવની જગ્યા ખુબ જ મહત્વની છે તેમાં કોઈ શીખાઉ માણસ આવે તો વહીવટ પર સીધી અસર પડશે આથી આ નિર્ણય લેવાયો છે.
ધી ગુજરાત સચિવાલય એકશન ઓફિસર એસોસિએશન દ્વારા આ ભરતીને લઈને કેટલીક દરખાસ્ત અને સત્યો રજૂ કર્યા હતાં. જેનો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના અંતે સરકારની ભરતી માટેની પેટા કમિટિ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવેલી. ખુબ જ મથામણના અંતે સરકારે ઉપસચિવની કેડરની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાને બદલે બઢતી (પ્રમોશન)થી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.