3048

ગાંધીનગર સિવિલમાં એનઆઇસીયુ વિભાગમાં શીશુઓની સારવાર કરવામા પણ નિષ્ફળ નિવડી રહ્યા છે. છાશવારે શીશુઓના મોત થઇ રહ્યા છે. જ્યારે નાની બિમારીઓમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
સિવિલના એનઆઇસીયુ વિભાગમાં ગંભીર રીતે બિમાર શીશુઓની સારવાર કરવામાં આવે છે. પરંતુ વિભાગ સારવાર કરવાની જગ્યાએ શીશુઓને અમદાવાદ રીફર કરવામા વધારે સમજદારી બતાવી રહ્યો છે. સામાન્ય બિમારીઓમાં પણ શીશુને અમદાવાદ રીફર કરી દે છે. તબીબ એમ્બ્યુલન્સમાં સાથે  જવામાં પણ આનાકાની કરતા હોય છે. 
શુક્રવારે એનઆઇસીયુમાં સારવાર માટે આવેલા શીશુને અમદાવાદ ટ્રાન્સફર કરાયા બાદ તેનુ મોત થયુ હતુ. શીશુના માતા પિતાએ નામ નહિં આપવાની વાતે કહ્યુ કે મારા બાળકની જરૂરી સારવાર કરવામાં આવી નથી.
અમદાવાદ સારવાર કરવા માટે રીફર કરાયો હતો. બાદમાં તેને પાછો સિવિલમા લાવતા મોત થયુ હતું. મોતને લઇને વાલીએ સિવિલના તબીબો સામે આક્ષેપ પણ કર્યો હતો, કે યોગ્ય સારવાર કરવામાં આવી નથી. પરંતુ આખા મામલોને શિફ્ત પૂર્વક ડામી દેવામાં આવ્યો હતો. ખૂદ એનઆઇસીયુમાં સારવાર કરતા મહિલા તબીબ પણ આ પ્રકારનો કોઇ બનાવ બન્યો નથી તેમ બચાવમાં કહેતા હતા. 
સિવિલનો એનઆઇસીયુ વિભાગ બચ્ચાઓની સારવાર કરવામાં ખાડે જઇ રહ્યો છે. અગાઉ પણ આ વિભાગના તબીબો સામે યોગ્ય સારવાર નહિં કરવાના આક્ષેપ થયા છે. પરંતુ સત્તાધિશોની રહેમ નજર હેઠળ બધો મામલો દબાઇ જાય છે.