1322

લધુઉદ્યોગ ભારતી દ્વારા આયોજીત ‘‘ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર-૪’’ ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેલ હતાં.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવેલ કે, ભારતીય અર્થતંત્રમાં સ્જીસ્ઈનો ખુબ મોટો ફાળો છે. ૩૦ મિલીયન યુનિટ, ૭૦ મિલીયન રોજગારી, ૬૦૦૦ થી વધુ પ્રોડકટ દેશના કુલ ઉત્પાદનમાં અંદાજે ૪૫ % જેટલો હિસ્સો અને દેશની કુલ નિકાસમાં ૪૦ % હિસ્સો ધરાવે છે. આમ છતાં આ ક્ષેત્ર અત્યાર સુધી ઉપેક્ષિત રહયુ હતું. 
પ્રધાનમંત્રી ટાસ્ક ફોર્સના વર્ષ ૨૦૧૦ના રીપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે,સ્જીસ્ઈ નું મહત્પુર્ણ પ્રદાન હોવા છતાં સ્જીસ્ઈ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહયુ છે. જેમ કે, સમયસર ધિરાણ મળતું નથી, જરૂરીયાત મુજબ મળતું નથી, મૂડી રોકાણનો વ્યાજ ખર્ચ ખુબ ઉંચો છે, જીૈષ્ઠા ૈહઙ્ઘેજંિઅ માટે ખાસ જોગવાઇ નથી. નરેન્દ્રભાઇ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ગુજરાત અને કેન્દ્ર બન્ને સરકારો સ્જીસ્ઈના વિકાસ માટે ગંભીર છે.