1323

કેરીની સીઝન પૂરજોશમાં શરૂ થઈ છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી કુત્રિમ રીતે કેરી પકવીને અને બિનઆરોગ્ય પ્રદ રસ બનાવવાની પ્રવૃત્તિ સામે જાહેર સ્વાસ્થ્યના હીતમાં હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અખાદ્ય પદાર્થથી કેરી અને ફળો પકવવામાં આવતા હોવાથી જાહેર સ્વાસ્થ્યને નુકશાન થવાનો ભય દર્શાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ મામલે રાજય સરકારની તમામ મહાનગર પાલિકાને પક્ષકાર બનાવી હાઈકોર્ટે આદેશ કર્યા હતા જેથી ગાંધીનગર મનપા અને તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને પાટનગરમાં કેરીઓના વેપારીને ત્યાં દરોડા પાડી મોટી માત્રામાં કાર્બાઈડ અને હાનિકારક કેરી પકવવાના પદાર્થો જપ્ત કર્યા હતા. 
હાઈકોર્ટ નિર્દેશ આપે અને પછી તંત્ર જાગે તે જાહેર આરોગ્ય માટે ખતરાની નિશાની છે. તંત્ર અને જાહેર આરોગ્ય માટે રાજયના પાટનગરમાં પણ કોઈ પ્રકારની વ્યવસ્થા સચવાતી નથી તે આજના દરોડા પછી આપોઆપ સાબિત થાય છે. તે જાહેર આરોગ્ય સાથે તંત્રની કોઈ પડી નથી. આ પહેલાં પ્રસિધ્ધ એવા તૃપ્તિ અને પંડયા આઈસ્ક્રીમ પાર્લર પર દરોડા પાડી ફકત રૂ. પ૦૦ ના દંડથી ચલાવી લેવામાં આવ્યું હતું. જયારે બંન્ને પાર્લરો કેટલાય વર્ષોથી આવી અખાદ્ય પદાર્થો ખવડાવી નાગરિકોના જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. મનપામાં જયારથી પાલિકાનું અસ્તિત્વ થયું ત્યાર પછી એક માત્ર અધિકારી છે જે ખાસ કહીં કામગીરી કરતાં નહીં હોવાથી મનપા વિસ્તારમાં પણ જાહેર સ્વાસ્થ્ય માટેની ચિંતા નાગરિકોમાં થવા પામી છે.