2113

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી વીઆઈપી કલ્ચરને નાબુદ કરવા માટે ફૈંઁઓની ગાડીઓ પરથી લાલબત્તી હટાવવાના આદેશ આપ્યા હતા. મોદીએ કહ્યું કે, દેશનો દરેક સામાન્યજન પણ ફૈંઁ છે. ત્યારે મોદીની વાતને સાર્થક કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર-કોબા રોડ પર અકસ્માતમાં ઘાયલ લોકોને મદદ કરવા માટે પોતાનો કાફલો રોકી દીધો હતો. એટલું જ નહીં રૂપાણીએ ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના કાફલામાંથી એક કાર આપી દીધી હતી. 
મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગર-કોબા રોડ પર એક રીક્ષા પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો, આ જ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો ત્યાં નીકળતો હતો. અકસ્માત જોતા જ રૂપાણીએ કાફલો રોકવા માટે કહ્યું હતું અને ઘાયલોને મદદ કરવા માટે જાતે જ દોડી આવ્યાં હતા. રૂપાણીએ ઘાયલોને સાંત્વના આપતા ઘાયલ થયેલી એક મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના કાફલાની એક આપી દીધી  હતી. એટલું જ નહીં એક પીઆઈને પણ મહિલા સાથે તેમને મોકલી આપ્યો હતો.મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી એક દિવસ સમી સાંજે અમદાવાદના એસજી હાઇવે પર કાફલા સાથે પસાર થઇ રહ્યાં હતાં ત્યારે ઝાયડસ સર્કલ પાસે ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો.
 જેમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાયેલી તેમણે નજરે જોઇ હતી. તે દિવસથી તેમણે નક્કી કર્યું હતું કે, મુખ્યમંત્રીનો કાફલો ટ્રાફિક સિગ્નલ પર ઊભો રહેશે. કેમ કે, મુખ્યમંત્રીના કાફલાને કારણે સામાન્ય નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવું પડતું હતું. તેથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો હતો.