801

ગાંધીનગરની સુપ્રસિધ્ધ કલા અને સંસ્કૃતિ માટેનસ સંસ્થા ખાસ નવરાત્રીથી પ્રખ્યાત થયેલ કલ્ચરલ ફોરમ સંસ્થાના પ્રમુખ તરીકે જાણીતા બીજનેશમેન જયોતિન્દ્ર વ્યાસની વરણી કરવામાં આવી છે. ૧૯૯૪ માં બનેલી સંસ્થાના પ્રમુખ તરીકે કૃષ્ણકાંત જહાના અનુગામી તરીકે જયોતિન્દ્ર વ્યાસની વરણી કરાઈ છે. 
કલ્ચરલ ફોરમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત ર૮ મી માર્ગે કલ્ચરલ ફોરમની મળેલી બેઠકમાં પૂર્વ પ્રમુખ કૃષ્ણકાંત જહા દ્વારા નવા પ્રમુખ તરીકે જયોતિન્દ્ર વ્યાસનું નામ સૂચવવામાં આવ્યું હતું. જે તે બેઠકમાં હાજર તમામ સભ્યોએ અનુમોદન આપ્યું હતું. સર્વાનુમતે જવાબદારી મળતાં જયોતિન્દ્ર વ્યાસે પણ તે સ્વીકારી હતી. 
કલ્ચરલ ફોરમ સંસ્થા આજે વટવૃક્ષ અને મોટી બની ગઈ છે. અત્યારે લગમગ પપ૦૦ જેટલા સભ્યો છે અને વર્ષ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈચારિક કાર્યક્રમો દ્વારા શહેરની ટોચની સંસ્થા તરીકે પ્રખ્યાત થયેલ છે. અર્ક પ્રવચન વ્યાખ્યાન માળા તેમનો વિશિષ્ટ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. જેમાં વૈચારિક રીતે ટોચના વકતાને દર વર્ષે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત કલ્ચરલ ફોરમની નવરાત્રી જોવા માટે અમદાવાદ સહિત અન્ય જગ્યાએથી લોકો અચૂક આવે છે. તેઓની આઠમની આરતી (સમૂહ આરતી) વખણાય છે. દિવડાની દર વર્ષે જુદી જુદી થીમ દ્વારા તે કાર્યક્રમ પ્રસિધ્ધ બન્યો છે. કલ્ચરલ ફોરમના પ્રમુખ તરીકે હોવુ એ પણ એક પ્રતિષ્ઠા છે. ત્યારે નવા પ્રમુખ જયોતિન્દ્રભાઈ વ્યાસના નેતૃત્વમાં સંસ્થા વધુ સારી પ્રગતિ કરશે એવી ફોરમના સભ્યોને આશા છે. નવા પ્રમુખની પણ જવાબદારી ઘણી મોટી થઈ જાય છે.