834

કલોલ તાલુકા ઠાકોરની વસ્તી ધરાવતું પલોડીયા ગામ શ્રેષ્ઠ નિર્મળ ગામનો એવોર્ડ ધરાવતું અને ૧૫ વર્ષ  સમરસ ગામ જાહેર થયેલ છે.
ગાંધીનગર જિલ્લામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કલોલ તાલુકાનું ઠાકોરની બહુમતી ધરાવતું પલોડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે મંજુલાબેન વિક્રમજી ઠાકોર અને ગીતાબેન રણજીતજી ઠાકોર બંને મહિલા ઉમેદવારો સરપંચ પદની ચૂંટણીમાં દેરાણી - જેઠાણી વચ્ચે જંગ જામ્યો છે. ખાખરીયા ટપ્પાનું આ પલોડીયા ગામ ત્રણ હજારની વસ્તી ધરાવે છે. જેમાં, ઠાકોર, પટેલ,ભરવાડ સહિત અન્ય જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. 
કુલ- ૧૧૦૦ જેટલા મતદારો ઘરાવતા આ પલોડિયા ગામનો ઇતિહાસ જોઇએ તો વર્ષો પહેલા જીવાજી નાથાજી ઠાકોર આ ગામના બિન હરીફ સરપંચ તરીકે ૧૦થી વઘુ વર્ષે સેવાઓ આપી હતી. તે પછી તેમના દિકરા ઠાકોર ચુંથાજી જીવાજીએ બિન હરીફ સરપંચ તરીકે સેવાઓ આપી પલોડિયા ગામ સમરસ જાહેર થયું હતું. પલોડિયા ગ્રામ પંચાયત ઘણી વખત સમરસ બનતાં ગામનો વિકાસ અને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ પુરસ્કાર તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ રૂ. ૧૦ લાખ અને રૂ. ૫ લાખનો એવોર્ડ પલોડિયા ગામને તત્કાલીન તલાટી શ્રી નટુભાઇ ચૌઘરી વખતે આ ગામને મળ્યો છે. તેવું પલોડિયા ગામના તલાટી એચ.એમ.સૈયદે જણાવ્યું હતું. આમ પલોડિયા ગ્રામ પંચાયત ગ્રામજનોના સહકારથી જિલ્લાનો શ્રેષ્ઠ નિર્મળ ગામનો એવોર્ડ મેળવેલ છે. 
ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પલોડિયા ગામની ઠાકોર સમાજની બે મહિલા ઉમેદવારો વચ્ચે આ ચૂંટણીમાં જેઠાણી-દેરાણી વચ્ચે સરપંચ પદના ઉમેદવારનો નિખાલસ ચૂંટણી જંગ યોજાયો છે.