2591

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેકૈંયા નાયડુએ આજે ચોથું સ્માર્ટ સિટીનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ચોથા સ્માર્ટ સિટીની યાદીમાં દેશના ૩૦ શહેરોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો ગાંધીનગર, રાજકોટ, અને દાહોદનો સમાવેશ કરાયો છે. આ પહેલાં રજૂ કરાયેલ ત્રણ સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ કરાયો હતો. આમ અત્યાર સુધીમાં ગુજરાતના કુલ ૬ શહેરોનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયો છે.
કેન્દ્ર સરકારે દેશમાં કુલ ૯૮ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૩ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડના લિસ્ટમાં ૨૦ સ્માર્ટ સિટી, બીજા રાઉન્ડના લિસ્ટમાં ૧૩ સ્માર્ટ સિટી અને ત્રીજા રાઉન્ડના લિસ્ટમાં ૨૭ સ્માર્ટ સિટીના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના વધુ ૩૦ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૩૦ શહેરોની યાદીમાં તિરૂવનંતપુરમ, નવા રાયપુર, રાજકોટ, અમરાવતી, પટના, કરીમનગર, મુજફ્ફરપુર, પુડ્ડુચેરી, ગાંધીનગર, શ્રીનગર, સાગર, કર્નાલ, સતના, બેંગલુરૂ, શિમલા, દેહરાદૂન, તિરૂપુર, પિંપરી ચિંચવાડ, બિલાસપુર, પાસીઘાટ, જમ્મુ, દાહોદ, તિરૂનેલવેલી, થુટુકુડી, ત્રિચિરાપલ્લી, ઝાંસી, એજવલ, અલ્હાબાદ, અલીગઢ, ગંગટોકનો સમાવેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ થયો હતો. જેમાં ટોપ-૧૦ માં પણ રાજકોટનો સમાવેશ થયો નહોતો. પરંતુ ઁસ્ મોદીના આગમન પૂર્વે જ આજે બહાર પાડવામાં આવેલી ત્રીજી યાદીમાં રાજકોટને અચાનક ત્રીજા અને ગાંધીનગરને નવમા ક્રમે સ્થાન મળ્યું છે. જેને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
રાજકોટ સ્માર્ટ સિટી તરીકે પસંદગી થાય તે માટે મનપાએ ચોક્કસ ૧૦ લક્ષ્યાંક સાથે આયોજન કર્યું હતું. જેમાંના મોટાભાગના આયોજનો માત્ર કાગળ પર થયેલા હતા. અને તેની સીધી અસર હેઠળ રાજકોટનો સમાવેશ હજુ સુધી થઇ શક્યો નહોતો. જેથી ત્રીજા રાઉન્ડની અંતિમ યાદી માટે મનપાએ નવેસરથી પ્રપોઝલ મોકલી હતી. તેમાં આગલા બે રાઉન્ડમાં મોકલાયેલા રિપોર્ટથી અલગ રી-સ્ટ્રક્ચર કરવામાં આવ્યું હતું.