1805

શહેરમાં અવારનવાર દબાણનો કાર્યક્રમ રાખી મોટે ભાગે દબાણના નામે રોડ - રસ્તા પરના લારી ગલ્લાને એક દિવસ માટે ટાર્ગેટ કરવામાં આવે છે અને ખાસ શહેરમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાથી દબાણ હટાવવાના કામમાં ઝડપ આવી છે. શહેરમાં આવા જ એક દબાણ હટાવ કાર્યક્રમ દરમિયાન આજે સ્થાનિક કોર્પોરેટર અને દબાણના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને સત્તાપક્ષના ઈશારે દબાણનો કાર્યક્રમ કરાતો હોવાનો કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો અને મામલો થાળે પડયો હતો. પરંતુ એક તરફી કામગીરી નહિં કરવાની કોર્પોરેટરે ચીમકી આપી હતી.