2132

વિશ્વ પર્યાવરણ દિવસની સવારે ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઊદ્યાનમાં પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનું ‘કનેકટ-ટૂ નેચર’નું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયુ હતું.  વિજયભાઇ રૂપાણી કોઇ જ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ સિવાય સવારે ૭ વાગ્યે આ ઊદ્યાન પહોચ્યા હતા અને કુદરતી વાતાવરણના સાનિધ્યે મોર-ઢેલ-પક્ષીઓને ચણ તથા હરણાંઓને ઘાસચારો આપ્યા હતા. 
મુખ્યમંત્રીએ આ વેળાએ કહ્યું કે, પ્રકૃતિ-કુદરતી સંશાધનો-વૃક્ષો-પશુ પક્ષીઓની રક્ષા અને તેમની સાથે જોડાઇને સ્વહિતથી ઉપર ઉઠી પંચતત્વ સાથે પીંડને જોડવાનો આપણો સાંસ્કૃતિક ભાવ જ પર્યાવરણ જતન માટેનો ઉત્તમ માર્ગ છે.     
તેમણે વૃક્ષાચ્છાદિત ધરતીથી વધુ હરિયાળી, વધુ વરસાદની પ્રેરણા આપતાં એમ પણ જણાવ્યું કે, આ જૂન માસમાં પાંચમી જૂને પર્યાવરણ દિવસ અને ર૧મી જૂને યોગ દિવસની ઉજવણી થકી સ્વસ્થ તન-મન અને પ્રફુલ્લિત જીવનની વિભાવના સૌ સાકાર કરશે. ધારાસભ્ય અશોકભાઇ પટેલ, મેયર પ્રવિણભાઇ વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.