1034

વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહે આગ્રહ પૂર્વક જણાવ્યું હતું કે મહાનગર પાલિકા બની ત્યારથી પ્રજા પાસેથી ફકત મહાનગરપાલિકા ટેક્ષ ઉઘરાવવાનું જ કામ કરે છે. વળતરમાં પ્રજાને કંઈ પણ આપ્યુ નથી. તેથી પ્રજાને ઓનલાઈન પેટે વળતર તરીકે પ ટકા રીબેટ આપવું ખૂબ જ જરૂરી છે. બધાએ ભેગા મળી આ નિર્ણય કરવો જોઈએ જેથી પ્રજાના ખાતામાં સીધેસીધું વળતર આપી શકાય અને બહુમતિના જોરે મત મુકી પ્રજાનો વિરોધ કરવા બરાબર છે. અમારો મત પ્રજાના સમર્થનમાં છે જયારે ભાજપનો મત પ્રજાના વિરૂધ્ધમાં ગણાશે. પરંતુ આખરે મતદાન દ્વારા ર ટકા રીબેટનો નિર્ણય લેવામાં આવેલ હતો.