2589

રાજ્યમાં શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૩૨,૯૨૭ બાળકોએ પ્રાથમિક શાળામાં અને ૬૯,૪૫૨ જેટલા વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. 
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શહેરી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૪,૪૯૧ મહાનુભાવો એ ૭૪૧ વોર્ડની ૧,૫૭૬ શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં ૧,૧૪૩ પ્રાથમિક શાળા અને ૪૩૩ માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી, મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહેરી પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧૬,૨૧૯ કુમારો અને ૧૬,૭૦૮ કન્યા મળી કુલ ૩૨,૯૨૭ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ જ રીતે માધ્યમિક શાળામાં ધો. ૯માં ૩૮,૮૨૯ કુમારો અને ૩૦,૬૨૩ કન્યાઓને એમ કુલ કુલ-૬૯,૪૨૫ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૧૭૮ કુમાર અને ૧૪૨ કન્યા મળી ૩૨૦ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 
૨,૦૯૩ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં ૧૬૨ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી હતી. શહેરી શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની શહેરી આંગણવાડીમાં ૯,૩૬૦ કુમાર અને ૯,૩૫૯ કન્યાઓ મળી કુલ ૧૮,૭૧૯ ભૂલકાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો હતો