1037

મહાનગર પાલીકાની સામાન્ય સભા આજરોજ મહાનગર પાલિકાના હોલમાં મળી હતી. જેમાં મેયરની અનુપસ્થિતિમાં ડે. મેયરે સભાનું પ્રમુખસ્થાન સંભાળ્યું હતું. એજન્ડામાં અગાઉની સામાન્ય સભાના એજન્ડાને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ નવા કામ તરીકે અગાઉ અધુરૂ રાખેલું કામ ઓનલાઈન ટેક્ષ ભરનારને ડીઝીટલને પ્રોત્સાહન આપવાના હેતુસર ૦.પ ટકા રીબેટની જગ્યાએ ર ટકા આપવાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનુભાઈની દરખાસ્તને આ વખતની સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. 
વિરોધ પક્ષના તેના શૈલેન્દ્રસિંહે આ અંગે વિરોધ કરી ઓનલાઈન ટેક્ષ ભરનારને ર ટકા રીબેટને બદલે પ ટકા રીબેટનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ દરખાસ્તને મન પર મુકવામાં આવી હતી. હાલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મીનાબેન પરમાર વિદેશ ગયા હોવાથી બાકીના ૧૪ સભ્યોએ વિરૂધ્ધમાં મતદાન કર્યું હતુ અને ભાજપના ૧૬ સભ્યોએ મત આપતાં આખરે આ દરખાસ્ત ૧૬ વિરૂધ્ધ ૧૪ મતે બહુમતીથી પસાર કરવામાં આવી હતી. એટલે હવેથી ઓનલાઈન ટેક્ષ ભરનારને ર ટકા રીબેટ મળશે. જોકે વિરોધ પક્ષે પ ટકાનો આગ્રહ રાખી પ્રજાને વળતર રૂપે મહાનગર પાલિકાએ પ્રજાલક્ષી નિર્ણય કરવાનો આગ્રહ ફગાવી દેવામાં આવ્યો હતો. 
મહાનગર પાલિકા બની ત્યારબાદ કર્મીઓની ભરતી અંગેના નિયમો તથા ભરતી બાદના સર્વિસના નિયમો અંગેની ચોકકસ નીતિને પણ મંજૂરી આપતાં હવે મનપાના કર્મીઓને હવે સર્વિસ અંગેના નિયમો લાગતા પગારથી લઈ તમામ સર્વિસ અંગેના પ્રશ્નો હલ થશે. જેથી તેમને પગાર પંચ, મોઘવારી, સહિતના પગાર અને સર્વિસના વર્ષોનો અનુભવ વગેરે બાબતોમાં સ્પષ્ટતા વિશે અને નિવૃત્ત લોકોને નોકરીમાં રાખવાના બદલે નવી ભરતી પણ સરળતાથી કરી શકાશે. 
આમ ફકત  ર૦ મિનિટમાં સામાન્ય સભા પુરી થઈ ગઈ હતી. નાઝાભાઈએ ગૌરક્ષાના રાજયના, મુખ્યમંત્રીના નિર્ણયને આવકારવા તથા યોગ્ય હોવાનું જણાવતા કોંગ્રેસના સભ્યોએ બહારની બાબત છે તેને હાલની સામાન્ય સભા સાથે લેવા દેવા નથી કહી વિરોધ કરતાં વાતાવરણ ગરમાયું હતું. પરંતુ સામાન્ય સભા પૂર્ણની જાહેરાત થઈ જતાં શાંતિ થઈ હતી.