1802

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં કારકીર્દીની પસંદગીમાં ધોરણ-૧૦ અને ૧ર ના વર્ષો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકીર્દી પસંદ કરી તેમનું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરે એ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી નિર્ણાયક પગલાં લઇ રહી છે. રાજ્યના માહિતી ખાતા દ્વારા ગુજરાત રોજગાર સમાચારનાં કારકીર્દી માર્ગદર્શન વિશેષાંકને વિમોચીત કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાલીઓને તેમના બાળકોના વિદ્યા અભ્યાસમાં આર્થિક અનુકૂળતા ઉભી થાય એ માટે રાજ્ય સરકારે ફી નિર્ધારણનો સહાયપૂર્ણ નિર્યણ કરી રાજ્યના લાખો વિદ્યાર્થીઓના હિતની સુપેરે ચિંતા કરી છે. 
ચાર વિભાગોમાં વિભાજીત આ રોજગાર સમાચાર કારકીર્દી માર્ગદર્શન વિશેષાંકમાં ધોરણ-૧૦ અને ૧ર બાદ જરૂરી ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત અનુસ્નાતક કક્ષાના વિકલ્પો સહિત મોટિવેશનલ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.રાજ્યની તમામ જિલ્લા માહિતી કચેરીઓ તથા એજન્સીઓ દ્વારા કારકીર્દી માર્ગદર્શન વિશેષાંકની પ્રતિ નકલ રૂ. ર૦ની નજીવી કિંમતે પ્રાપ્ત કરી શકાશે. આ પ્રસંગે મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એસ. અપર્ણા, માહિતી સચિવ અશ્વિની કુમાર, માહિતી નિયામક એ. જે. શાહ, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, સંયુકત માહિતી નિયામક પુલક ત્રિવેદી, પંકજ મોદી ઉપÂસ્થત રહ્યા હતા.