1187

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને સતત સ્વચ્છ રાખવાના રાજ્ય સરકારનાં મહાત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરાવતા પૂર્વે મુખ્યમંત્રીએ સોમનાથદાદાની મહાપૂજા કરી ગુજરાતની ઉન્નતિ અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. તેમની સાથે ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા જોડાયા હતા.