2344

ગાંધીનગરમાં ક્રાઈમમાં સતત વધારો થતો જાય છે. દિલ્હી - મુંબઈ જેવા મેટ્રોમાં થતા ક્રાઈમ પણ થવા લાગ્યા છે. સીસીટીવી સર્વેલન્સ્‌ અને ક્રાઈમ ઘટાડવાના પ્રયત્નો થતા હોય છે. પરંતુ આ બધાને પડકાર રૂપ બનાવ ગાંધીનગરના સેકટરમાં બનવા પામ્યો છે. જેમાં ફિશરીઝ વિભાગના ડે.કમિશનર કલાસ - ૧ ઓફીસરના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈન્ડિકામાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના નિવાસ સ્થાનેથી કલાસ વન અધિકારી એન. આર. પટેલને ગાડીમાં ગોંધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. 
બનાવની વિગતો મુજબ કલાસ વન ડે.કમિશનર તરીકે ફિશરીઝ કમિશનરની નીચે પોસ્ટ ઉપર કામ કરતાં જુના સચિવાલય, ફિશરીઝ કમિશનરની કચેરીમાં નોકરી કરતાં અધિકારી એન. આર. પટેલ સામાન્ય રીતે પોતાની ફેમિલી વડોદરા રહેતી હોવાથી ત્યા રહેતા હોય છે અને કયારેક ગાંધીનગરમાં રોકાઈ જતા હોય છે. કાલે પણ તેઓ ગાંધીનગર રોકાયા હતા. અડોશ પડોશના મિત્રો સાથે ઈવનીંગ વોક પછી ઉપરના માળે સુવાની તૈયારી કરતાં હતા તેવામાં જ નીચેથી કોઈએ બુમ પાડી પટેલ સાહેબ... પટેલ સાહેબ.. તેમણે ઉપરથી જોયું કોણ છે ? બુમ પાડનાર અજાણ્યો માણસ હતો એટલે ઉપરથી જ પુછયું શું કામ છે ? તેણે કહ્યું સાહેબ આણંદથી આવું છું ખેડૂત છું આપનું કામ છે નીચે આવોને આણંદમાં મારે કશું ના લાગે વળગે શું કામ છે ? અને જેનું કામ હોય તે ખેડૂત કયાં ? સાહેબ નીચે છે ગાડીમાં નીકળ્યા હતા વહેલા પણ મોડું થઈ ગયું તેથી લેટ થયા છીએ. થોડીવાર આવોને નીચે. પટેલ સાહેબને થયું લાવ શું છે ? નીચે ઉતરી પુછ્યું શું છે ? કોને કામ છે ? તેમણે કહ્યું ગાડીમાં છે. ગાડીમાં પાછળના દરવાજાએ પહોંચતાં બહાર રહેલા આદમીએ તેમને દરવાજામાં ધકેલવા પ્રયાસ કર્યો અને અંદર બેઠેલાએ તેમણે ખેંચવાનો પ્રયાસ કર્યો અને સાથે સાથે મોઢું દબાવવા પ્રયાસ કર્યો. પરિસ્થિતિ સમજે ગયેલ એન. આર. પટેલે બુમો પાડવા માંડી બચાવો બચાવો ખાસ્સી રકઝક તાણ-ખેંચ થઈ ત્યારબાદ અવાજ વધતાં આજુબાજુના લોકો ફટાફટ બહાર આવવા લાગ્યા અને એન. આર. પટેલે પોતાની બધી તાકાત બહાર નીકળવા માટે લગાડી પરિસ્થિતિ પામી જઈ ગુનેગારોએ ત્યાંથી ઝડપથી ગાડીમાં બેસી પલાયન થવાનું મુનાસીબ માન્યું. 
ત્યારબાદ આજુબાજુના લોકો પણ શું ઘટના છે તે સમજે તે પહેલાં તેઓ ભાગી ગયા. નજરે જોતા જોનારાનું કહેવું છે કે ગાડીનો નંબર તો ન જોઈ શકાયો પરંતુ સફેદ કલરની ગાડી હતી અને બાજુમાં રહેતા પરમાર સાહેબના કહેવા મુજબ સાડાદસ વાગે આ ઘટના બની હતી અને કોઈ તેમના નામની બુમો પાડતા હતા. જોકે આ ગંભીર ઘટના એટલા માટે છે કે સરકારી અધિકારી અને રાજયના પાટનગરમાંથી કોઈ અધિકારીને આવી રીતે અપહરણ કરનાર ગુનેગારની હિંમત વધી ગઈ છે કે તેમને પોલીસનો પણ ડર નથી. 
એન. આર. પટેલે પોલીસને ફરિયાદ આપી છે અને આ અધિકારીના ઘરથી થોડેક જ દૂર બે જેટલા સીસીટીવી સર્વેલન્સ કેમેરા પણ છે છતાં હજી સુધી આ પ્રકરણમાં પોલીસ કશું કરી શકી નથી. ફકત ફરિયાદ લઈને બેસી રહેતાં સેકટરના આસપાસના રહીશોમાં ભય તેમજ રોશની લાગણી જન્મી છે.