9096

સરકાર દ્વારા એસીબીના માળખાને સુદ્દઢ કરવા માટે કોર્ટ દીઠ બે પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કરાઈ છે. 
આ પ્રોસીક્યુશનમાં મદદરૂપ થવા માટે કોર્ટ દીઠ એક લીગલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,છેલ્લા પાંચ વર્ષમાં એસીબીનો કન્વીક્શન રેટ ૨૬ ટકાથી વધીને ૩૯ ટકા થયો છે. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાજેતરમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં પકડાયેલા અધિકારીઓ નિગમના એમ. ડી.કે. એસ. દેત્રોજા, જોઇન્ટ ડાયરેક્ટર કે.સી. પરમાર અને મદદનીશ નિયામક એમ.કે. દેસાઇ પાસેથી બિન હિસાબી તથા કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી બિન હિસાબી રકમ મળીને કુલ રૂ. ૫૬,૫૦ લાખ મળી આવ્યા હતા.
આ અધિકારીઓ પૈકી દેત્રોજા અને પરમાર સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું. એસીબીના માળખાને આધુનિક બનાવવા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠકો ૧૯ માર્ચ અને તા. ૪ એપ્રિલના રોજ મળી હતી. આ બેઠકમાં ભ્રષ્ટાચાર સામેની કામગીરીને મજબૂત કરવા કોર્ટ દીઠ બે પબ્લિક પ્રોસીક્યુટર અને તેમને મદદરૂપ થવા માટે લીગલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરાશે.