2398

જાફરાબાદના લોઠપુર ગામે આવેલી અક્ષરશાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાયેલ. જેમાં દાતાઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા.
જાફરાબાદના લોઠપુર ગામની અક્ષર શાળામાં નવા ભુલકાઓ માટે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ.
રાષ્ટ્રગાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં શાળામાં નવા દાખલ થતા બાળકો તેમજ તેજસ્વી બાળકોને દાતા ધીરૂભાઈ ખુમાણ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ મેઘનાદી, પરેશભાઈ, રાઠોડભાઈ, રમેશભાઈ, રાણા આતા મકવાણા, સરપંચ નાથા આતા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છા પાઠવેલ.