2732

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમના લોકાર્પણની સાથે ‘ખેલ મહાકુંભ ૨૦૧૭’નો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશનું બાળપણ વીડિયો ગેમમાં વેડફાઇ રહ્યું છે. તેમણે સ્પોટ્‌ર્સને જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટ સિવાય અનેક રમતો છે જેમાં ભારત મહારથ હાંસલ કરી શકે છે. મોદીએ ટ્રાન્સસ્ટેડિયા વિશે જણાવ્યું હતું કે, હું પહેલાંથી જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો હતો અને પ્રોજેક્ટ અંગે માહિતી મેળવતો રહેતો હતો. હું દરેક બાળકોને આ સ્ટેડિયમની મુલાકાત લેવા અનુરોધ કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે અમદાવાદના કાંકરિયામાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૭નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે પીપીપી મોડલ હેઠળ રૂ.૫૩૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું ઉદઘાટન પણ કર્યું હતું. આ ખેલમહાકુંભ લોન્ચિંગ પ્રસંગે વિવિધ રમતોના ૯ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલિમ્પિકસ મેડલ વિજેતા ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓેને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રંસગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સાંસદ પરેશ રાવલ, મેયર ગૌતમ શાહ, ક્રિકેટર ઈરફાન પઢાણ, ચેતેશ્વર પુજારા, પાર્થિવ પટેલ, જયદેવ ઉનડકટ, દીપા મલિક, ગગન નારંગ, વાયચુંગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાન્સસ્ટેડિયામાં વિવિધ રમતો રમાશે. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ વકત સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું છે. આ સ્ટેડિયમાં ખેલ મહાકુંભ ૨૦૧૭ યોજાશે. દર વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે ૩૦ લાખ લોકો ભાગ લે છે. ખેલ મહાકુંભ ૪૦થી વધુ દિવસ ચાલશે અને ખેલ મહાકુંભમાં ૩૦ જેટલી રમતો રમાશે. પીએમ મોદીએ સ્પોર્ટસ અંગેની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રંસગે સંબોધન કરતાં કહ્યું હતું કે ટ્રાન્સસ્ટેડિયાએ નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ હતું. જે સાકાર થયું છે. ટ્રાન્સસ્ટેડિયાએ મણીનગરમાં જમીનથી ૧૨ ફુટુ ઊંચુ ફુટબોલનું સ્ટેડિયમ છે. અને તે દેશનું ફિફા એપ્રુવ્ડ ફુટબોલ સ્ટેડિયમ છે.