1716

સુરક્ષા એજન્સી દ્ગૈંછ સંચાલિત છ પૈકીની એક ‘થ્રેટ શિલ્ડ લેબોરેટરી’ ગાંધીનગર હ્લજીન્માં કાર્યરત છે. આ લેબના સર્વેક્ષણમાં રેન્સમવેર સાયબર એટેકના માત્ર ૨૪ કલાકમાં ૧૫૦ પિડિત દેશ પૈકી ટોપ ટ્‌વેન્ટીમાં ભારત ત્રીજા ક્રમે આવી ગયું છે. હજુ પણ આ વાયરસનો હાહાકાર યથાવત છે અને આગામી કલાકોમાં તે વધુ વકરે તેવી સ્થિતિ એક્સપર્ટસ્‌ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, આ વાયરસથી વેપાર-ઉદ્યોગ, શૈક્ષણીક સંસ્થાઓ, સુરક્ષા એજન્સી, મેડિકલ સર્વિસીઝ અને વિદ્યાર્થીઓ સુધીના લોકો ભોગ બની રહ્યાં છે.
વિશ્વ આખુ સાયબર ક્રાઈમનો સામનો કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ ભારત પણ સાયબર ક્રાઈમ સામે મજબૂત બનવાની કોશિષ કરી રહ્યું છે. જેના ભાગરૂપે અન્ય દેશોની માફક ભારતમાં પણ થ્રેટ શિલ્ડ લેબોરેટરી કાર્યરત છે. આ લેબોરેટરીમાં દર અઠવાડીયે વિશ્વભરમાં થતાં સાયબર એટેક્સની લાઈવ ગતિવિધી ઉપર વોચ રાખી શકાય છે. દર અઠવાડીયે સાયબર એટેકનો ડેટા તૈયાર કરવામાં આવે છે.
ગત રવિવારે પૂરા થતાં સપ્તાહે સાયબર એટેકથી પરેશાન ‘ટોપ ટ્‌વેન્ટી’ દેશોની યાદીમાં ભારત ૧૯મા ક્રમે હતું. ચોંકાવનારી વાત એ છે કે, રેન્સમવેર વાઈરસના એટેક પછી ભારત ૨૪ જ કલાકમાં એટલે કે શરૂ થતાં અઠવાડિયાના પહેલાં દિવસ, સોમવારે ત્રીજા ક્રમે આવી ગયું છે. મતલબ કે, વિશ્વના ૧૫૦ દેશો ઉપર સિવિયર સાયબર એટેક થઈ રહ્યાં છે તેમાં ભારતનો ત્રીજો ક્રમ છે.
‘રેન્સમ વેર’ વાયરસથી લોકોને બચાવવા પોલીસ પણ આગળ આવી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી હેલ્પલાઈન પર આજે એક જ દિવસમાં ૭૫ લોકોએ આ વાયરસથી પોતાના કમ્પ્યૂટરને બચાવવા શું કરવું તેવી મદદ માંગી હતી. પોલીસે પણ મદદ માંગનારાઓને શું કરવું અને શું ન કરવું? અંગેની ગાઈડલાઈન વોટ્‌સએપ અને મેઈલ કરી મોકલી આપી હતી. સાયબર ક્રાઇમના અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી લોકો મદદ માંગી રહ્યાં છે પરંતુ આ વાયરસથી કોઈને નુકસાન થયું હોય તેવી ફરિયાદ તેમના સુધી આવી નથી.
ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. દીપન ભદ્રનનું કહેવું છે કે, હેલ્પલાઈન ૦૭૯-૨૨૮૬૧૯૧૭ અને ૦૭૯-૨૫૩૯૮૫૪૯ ઉપર આજે ૭૫ જેટલા અલગ અલગ લોકોના ફોન આવ્યાં હતા. લોકો ‘રેન્સમ વેર’ વાયરસથી પોતાના કમ્પ્યૂટરને બચાવવા મદદ માંગી હતી. પોલીસે આ માહિતી આપવા ઉપરાંત શહેર પોલીસના ઓફિસિયલ ટ્‌વીટર એકાઉન્ટ અને ફેસબૂક પેજ પર પણ ગાઈડલાઈન જાહેર કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી કોઈ સરકારી કે શૈક્ષણિક સંસ્થા આ વાયરસનો ભોગ બની હોય તેવી ફરિયાદ પોલીસને મળી નથી. જો કે, લોકોએ ભવિષ્યમમાં આવા ખતરાથી બચવા માટે કેટલાક જરૂરી પગલાં લેવાં તે માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત હેલ્પલાઇન પર માર્ગદર્શન અપાય છે.