રાજ્યની ૬૬ ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત રહેતા ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની કારમી અછત સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર ૧ મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે. ઉનાળામાં સમસ્યા વિકટ બને તે પહેલા આગોતરા પગલાં માટે રાજ્ય સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નર્મદા સિવાયના પાણીના વિકલ્પો શોધવા અને શહેરી વિસ્તારોમાં પાણી કાપ...
વધુ વાંચો

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતા પ્રોજેકટની ઓન લાઇન અરજી કર્યા બાદ હાર્ડ કોપી સાત દિવસમાં જ રજૂ કરવા ઠરાવાયું છે તેમ ન કરનાર ડેવલપર પાસેથી પ્રતિ દિન રૂ.૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે.
ગુજરાત ક્રેડાઇએ રેરા ઓથોરિટી સામે આ જોગવાઇ બાબતે રજૂઆત કરીને માગ કરી છે કે ડેવલપરને ચેક લિસ્ટ આપવાં જોઇએ. રેરા દ્વારા ડેવલપરોને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આપવો જોઇએ. રાજ્યના મોટા ભાગના ડેવલપરો હજુ સુધી તેમના ચાલુ...
વધુ વાંચો

રાજયમાં મગફળીની ખરીદી બંધ કરવામાં આવી નથી, ચાલુ જ છે તથા કપાસના ભાવ વધારે હોવાથી ટેકાના ભાવે સરકારે કપાસ ખરીદવાની હાલ જરૂર નથી તેવું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાંક તત્વો દ્વારા મગફળીમાં રેતી, પથ્થર વગેરે ભેળવી વેચવાનું ધ્યાન પર આવ્યું હોવાથી કૃષિ મંત્રીએ આ બાબતે તપાસના આદેશ આપી દીધા હોવાથી કેટલાંક નાના સેન્ટરોમાં મગફળી ખરીદી બંધ કરાઈ છે. વળી હલકી...
વધુ વાંચો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલ બનવા માટે આનંદીબેન પટેલ પણ તૈયાર થયા બાદ આની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે આનંદીબેન પટેલ ફરી એકવાર સક્રિય થઇ ગયા છે. આનંદીબેન પટેલ રાજકીય ક્ષેત્રે વ્યાપક અનુભવ ધરાવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લાંબી સેવા આપી ચુક્યા છે. આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનવાનુ ગૌરવ ધરાવે છે. વર્ષ ૧૯૮૭ બાદથી આનંદીબેન પટેલ...
વધુ વાંચો

જાફરાબાદ તાલુકો જિલ્લાના છેવાડે એકદમ પછાત સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓ પણ પછાત બનતા રોકો મીઠાપુર સહિત તાલુકાભરમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
જાફરાબાદ તાલુકો જિલ્લાના છેવાડે એકદમ પછાત તો છે જ સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટના અભાવે તાલુકાભરના વિદ્યાર્થીઓ પણ પછાત બનતા શિક્ષણ વિભાગ રોકે તેવી માંગ છે. મીઠાપુર જેવી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ છે. અને શિક્ષકો માત્ર પ તેમાય ૧ રજા ઉપર જેવી જ આખા તાલુકાની પ્રાથમિક...
વધુ વાંચો

પદ્માવત ફિલ્મના રિલીઝ અંગેના સુપ્રીમકોર્ટના આજના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખાસ કરીને રાજપૂત સમાજમાં સુપ્રીમકોર્ટના આ ચુકાદાને લઇ અને ફિલ્મની રિલીઝને મળેલી લીલીઝંડીને લઇ ચોતરફ વિરોધનો વંટોળ ફુંકાયો છે. ગુજરાતમાં પણ આજે સાંજે બાવળા-બગોદરા હાઇવે પર રાજપૂત સમાજના સેંકડો કાર્યકરો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી જય ભવાની...જય ભવાની..ના સૂત્રોચ્ચાર કરી હાઇવે પરનો ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે...
વધુ વાંચો

મેહસુલ મંત્રી કૌશિક પટેલે તેમને ફાળવાયેલા પોર્ટફોલિયો અંગે  કામગીરીની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે આજે ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. જેમાં મહેસુલ, રેવન્યુ, અછત સહિતના વિવિધ મુદ્દા પર જિલ્લા કલેકટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકનો હેતુ મહેસુલ અંગેનો અંદાજ મેળવવાનો હતો. જે અનુસાર આગામી બજેટમાં ફાળવણી કરવામાં આવશે. બેઠકમાં બજેટ ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્યના...
વધુ વાંચો

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ શહેર ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટ કરેલા સનસનીખેજ આક્ષેપો અને દિલ્હીના તેમના પોલીટીકલ બોસના ઇશારે કામગીરી કરી રહ્યા હોવાના સીધા આરોપ અંગે આજે ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે સાફ શબ્દોમાં ખંડન કર્યું હતું. જે.કે.ભટ્ટે દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદી સાથે તેમની કયારેય વાત થઇ નથી. એટલે સુધી કે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને હાલ તેઓ દેશના વડાપ્રધાન...
વધુ વાંચો

બરવાળા ઘેલાશાના પ્રસિદ્ધ અંબાજી ધામનો ૨૦મો પાટોત્સવ ભારે શ્રદ્ધા અને ભાવભેર ઉજવાશે. આગામી તા.૨૦,૨૧અને ૨૨ જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી શતચંડી યજ્ઞ અને અભિષેકાત્મક મહારુદ્રનું આયોજન કરાયું છે જેમાં શ્રધ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લીન બનશે.
   વતનપ્રેમી વણિક-બાબરીયા પરિવારના મોભી વૃજલાલ પોપટલાલ બાબરીયાના સંકલ્પ અને ભાવથી બરવાળામાં અંબાજી મંદિરનું નિર્માણ કરીને અર્પણ કરાયેલ છે. અહીં પ્રતિવર્ષ નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે લોકપયોગી કાર્યો અને...
વધુ વાંચો

રાજુલા તાલુકાના કાતર ગામે સિંહો સહિત વન્ય પ્રાણીઓનું ઘર રર વિઘા ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગથી બળીને ખાખ થઈ ગયું છે. ફાયરબ્રિગેડ, મામલતદારનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
રાજુલા તાલુકાના કાતર ગામે ગઈકાલે બપોરે અગમ્ય કારણોસર વિકરાળ આગ ફાટી નિકળતા સિંહો સહિત વન્યપ્રાણીઓ રોજડા સહિત નાસી ગયા હતા. કિંમતી વૃક્ષો સહિત બળીને ખાખ થઈ ગયેલ. સમય સુચકતા વાપરી સરપંચ અંબરીશભાઈ વરૂ તાત્કાલિક દોડી આવી મામલતદાર કોરડીયાને જાણ કરતા મામલતદાર કચેરીનો અને...
વધુ વાંચો