2819

ડુંગર ગામના પ્રોહીબીશનના ગુન્હામાં જીગ્નેશ રમેશ સોંદરવા અમરેલી જેલની સજા કાપી રહ્યો હોય તેને અચાનક આચકી ઉપડતા તા. ૧૪-૬-ર૦૧૭ના રોજ અમરેલી સીવીલ હોસ્પિટલે દાખલ કરેલ હોય તેનું સારવાર દરમ્યાન શંકાસ્પદ મોતથી સમગ્ર દલિત સમાજે જીગ્નેશ સોંદરવાની લાશ સ્વીકારવાની ના પાડતા કૃષી મંત્રી વી.વી. વધાસીયા, આઈ.જી. રાજકુમાર પાંડીયન, કલેકટર અમરાણી, એસ.પી. જગદીશ પટેલ દોડી આવી દલિત સમાજને ખાત્રી આપેલ કે જીગ્નેશ સોંદરવાનું મૃત્યુ શા કારણે થયું અને તેના પણ કોણ કોણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે તે બાબતે ડીવાયએસપી સા.કુંડલાના રાજેશ પરમારે અમરેલી એલસીબીને ઝીણવટભરી તપાસ કરવા જરૂરી સુચનો આપવાથી એલસીબી સીધો જ જેલમાં એટેક કર્યો અને જીગ્નેશ સોંદરવાને ઢોર માર મારવાથી થયેલ મોતના ગુન્હેગારો શિવરાજ મંગળુભાઈ વરૂ (રે. દુધાળા તા. જાફરાબાદ), જામસિંહ ભુપતભાઈ સોલંકી, કનુભાઈ ધનાભાઈ ગઢવી (સતીયા) ગામ બાલાપર, તા. રાજુલા તથા લખમણ સાર્દુળ વાવડીયા (રે. હીડોરડા, તા. રાજુલા) વાળાએ પ્રથમ કોઈ કારણોસર જીગ્નેશ સોંદરવાને ધોલ ધપાટ કરેલ ત્યાર બાદ તેને પકડીને દિવાલ સાથે જોરથી માથુ ભટકાવી પછાડી દઈ બાદ લાતો મારી અધુમવો કરી નાખેલ જયારે  તેને હોસ્પિટલે દાખલ કરેલ ત્યારે ડોકટરના કહેવા મુજબ જીગ્નેશને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી હેમેરજ થયાથી તેનું મૃત્યુ થયેલની ચોંકાવનારી વિગતો એલસીબીએ ઓકાવી કાઢી, કેદીઓનો પુરતો પુરાવો મેળવી ગઈકાલે તા. ૩-૭-ર૦૧૭ના રોજ ખુનના ગુન્હામાં અટક કરી ખુન કરેલનો ગુન્હો ડીટકેટ કરેલ છે.  ઉલ્લેખનીય છે કે ઉપરોકત ચારેય ગુનેગારો અને કેદીઓ શીવરાજ મંગળુભાઈ વરૂ રે. દુધાળાના ભુતડદાદા મંદિરના મહંતની ખુનની કોષીશના ગૂન્હામાં, જામસિંહ ભુપતભાઈ સોલંકી ખાંભા પો.સ્ટે.૧ના ખુનના ગૂન્હામાં, કનુભાઈ ધનાભાઈ ગઢવી  (સતીયા) રે. બાલાપુર ડુંગર પોલીસ સ્ટશેનના ખુનના ગૂન્હામાં તથા લખમણ સાર્દુળ વાવડીયા રે. હીડોરડા, રાજુલા પો.સ્ટે.ના ખુનના ગુન્હામાં અમરેલી જિલ્લા જેલમાં કેદી તરીકે હતાં. આ ચારેયને પકડી પાડતા પહેલા ડીવાયએસપી રાજેશ પરમાર અને અમરેલી એલસીબીના એ.પી.પટેલની રાહબરી નીચે એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રપવાર, બાબુભાઈ ડેર, પ્રફુલભાઈ જાની, ગોવિંદભાઈ પરમાર, સંજયભાઈ પદમાણી, વિજયભાઈ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, તુષારભાઈ પાંચાણી, કિરણભાઈ સોલંકી, જગદીશભાઈ ઝણકાત, વિજયભાઈ વાઢેર, ભાવેશભાઈ બોરી સાગર, ઉદયભાઈ મહેતા, રાણાભાઈ વરૂ, પ્રતાપભાઈ ડેર, યુવરાજસિંહ ગોહિલ અને ડ્રાઈવર નુરભાઈ સીરમાને ભારે જહેમત ઉઠાવેલ બાદ ચકચારી જીગ્નેશ સોંદરવાના મોતનો મામલો રાજય સરકારના મંત્રી વી.વી.વધાસીયા તેમજ તમામ અધિકારીઓની કાળજી પુર્વક કામગીરીથી મોતને મર્ડર સુધીનો પર્દાફાશ કરી દલીતોને આપેલ ખાત્રી પુર્ણ કરેલ.