1305

ધંધુકા તાલુકાના બાજરડા ગામની સીમમાંથી ગતરાત્રિના કોહવાયેલ હાલતમાં અંદાજે ૩૦ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો તેની પાસેથી ચાર પાસપોર્ટ સાઈઝના ફોટા તથા ૮૬૪૦ રૂા. રોકડા મળી આવેલ.
બાજરડા ગામની સીમમાંથી મળી આવેલ અજાણ્યા યુવકે તેના શરીરે પહેરેલ ટીશર્ટના પાછળના ભાગે સ્વામી વિવેકાનંદનો ફોટો તેમજ આગળના ભાગે નરેન્દ્ર મોદીજીના ફોટાવાળું ટીશર્ટ પહેરેલ છે. તો નથી તેના પેન્ટના ખિસ્સામાંથી પોલીસ તપાસમાં ૮૬૪૦ રૂા. મળી આવ્યા હતા. આમ અજાણ્યા યુવકના મૃતદેહ હોવાની મળતી માહિતીના આધારે ધંધુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ મગનભાઈ ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. અન્ય ઓળખ માટેના પુરાવા હાથ લાગેલ નથી પણ તેની પાસેથી મળી આવેલ પાસપોર્ટ સાઈઝના ફોટા મરનાર યુવકના જ છે કે કેમ તે અંગે ધંધુકા પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. જે અંતર્ગત ધંધુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.