3032

ડુંગર ગામમાં મુસ્લિમ સમાજની વસ્તી આશરે ર૦૦૦ બે હજાર જેટલી છે અને મુસ્લિમ  સમાજની વસ્તી આશરે ર૦૦૦ બે હજાર જેટલી છે અને મુસ્લિમ સમાજનું જુનું કબ્રસ્તાન જમાદાર શેરી પાછળ આવેલ છે. જે કબ્રસ્તાન ખુલ્લુ ફરતી દિવાલ નથી તેથી માલઢોર વગેરે કબ્રસ્તાનમાં આવી ચડે છે અને કબ્રસ્તાનને નુકશાન કરે છે. તેમજ રાત્રીના સમયે જંગલી જાનગરો આવી કબરને પણ નુકશાન કરે છે. જેમાં કબ્રસ્તાનની ગરીમાં જળવાય રહે તે માટે થઈને કબ્રસ્તાન ફરતે દિવાલ બનાવવા અત્યંત જરૂરી છે. તેમજ કબ્રસ્તાનમાં અંતિમ પ્રક્રિયા સમયે પાણીની જરૂર અનિવાર્ય હોય છે. પણ કબ્રસ્તાનમાં પાણી માટેની કોઈ જ વ્યવસ્થા ન હોય જેથી ખુબ જ મુશ્કેલી પડે છે. આવી રીતની પાણીનો પ્રશ્ન દલિત સમાજના સ્મશાનમાં રહેલ છે જેમાં દલિત સમાજને સ્મશાનમાં અંતિમ વિધિ પતાવી બાદ હિન્દુ સમાજના નિયમ મુજબ ન્હાવુ ફરજીયાત હોય છે. પણ અહીં સ્મશાનમાં ન્હાવા માટે પાણી જ નથી અંતિમ વિધિ થયા પછી અનીવાર્ય એવી ન્હાવાની વીધી ન થવાથી દલિત સમાજે ખુબ જ મુશ્કેલી પડતી હોય સત્વરે યોગ્ય કરવા એડવોકેટ ગાહા દ્વારા રજુઆત કરાઈ છે.