1878

રાજુલાના ખાખબાઈનો ધાતરવડી-ર ડેમની દિવાલમાં ગઈ સાલથી પડી ગયેલ મોટુ ભોયરૂ તંત્રના પાપે છતે પાણીએ ડેમ થઈ ગયો ખાલી. પાણી વગરની જનતા તરડફે છે. 
આ ડેમની દિવાલમાં પ્રોટેક્શન દિવાલ બનાવવી ફરજીયાત છે અને ઈરીકેશનના જવાબદાર અધિકારી સુંવરે કહેલ કે અમો આ પડી ગયેલ ડેમની દિવાલનું ભોયરૂ બંધ કરવા કામગીરી આરંભીયે છીએ. દિન-આઠમાં ભોયરાના બાજુમાં જીસીબી દ્વારા આડા-અવળા ખાડો કરી પ્લાસ્ટર કરવાની તૈયારી કરી રહ્યાં છે. ગઈ સાલ પણ આમ જ કરેલ અને તે પડી ગયેલ મોટુ બાકોરૂ કોઈ પ્લાસ્ટરથી ન બુરાઈ જાય તે દિવાલની અડોઅડ પ્રોટેક્શન દિવાલ ઉભી નહીં કરે તો આ ભોયરૂ ડેમની નીચે આવતા ખાખબાઈ, હીંડોરડા, વડ, ભચાદર, ધારાના નેસ, લોઠપુર થી ઉચૈયા શામવાડીથી કોવાયા સુધી ડેમ તંત્રના પાપે તુટયો તો આટલા ગામડા પાણીમાં ગરક થઈ જવાની સો ટકા દહેશત છે. જનતાને ઉલ્લુ બનાવવાનું બંધ કરી ખોટા ખાડા ખોદવાનું બંધ કરી પ્રોટેક્શન દિવાલ ચોમાસા પહેલા બનાવો. નહીતર આટલા ગામોની જવાબદારી ડેમના કહેવાતા અધિકારીઓની રહેશે તેવી સહીયોવાળું આવેદનપત્ર કિસાન સંઘ દ્વારા તૈયાર થયું છે. જેમાં આ અતિ મહત્વપૂર્ણ ગણાતા ડેમમાં પ્રોટેક્શન દિવાલ નહીં બનાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી લઈ જલદ રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જિલ્લા કિસાન સંઘ મહામંત્રી બાબભાઈ વરૂ તથા કિસાન સંઘ પ્રમુખ રાજુલાના વીરાભાઈ ધાખડા તેમજ જિલ્લા ઉપપ્રમુખ વાલાભાઈ ધાખડાએ જણાવેલ.