3031

રાજુલા શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલ ગટર યોજનામાં થતો કરોડોનો ભ્રષ્ટાચારને લઈને શહેરીજનો સહિત વિપક્ષ મેદાનમાં ઉતર્યુ છે. આ કૌભાંડમાં વધુ એક કૌભાંડ થાય તે પહેલા યોગ્ય કરવાની માંગ સાથે કલેકટર અને ચીફ ઓફિસરને અમરીશ ડેર દ્વારા પત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. પટમાં જણાવ્યું કે રજુલા શહેરની અંદર પાણી પુર્વવઠા બોર્ડની દેખરેખ નિચે. મોટાભાગના વીસ્તારોમાં ભુર્ગભ ગટરના કામો કરવામાં આવેલ છે. અને પાણી નિકાલ માટે એસટીપીના કામો પણ પુરા થયેલ નથી. જેથી આ યોજના અધુરી પડી છે તથા અમોને મળતી માહિતી અને લોકમુખે ચર્ચાની વાત મુજબ આ યોજનાને ૩ વર્ષ ન થયા હોવા છતા પાલિકાની જવાબદારીમાં સોપાતી હોવાનું બહાર આવી રહ્યું છે. આ કામમાં ૩ વર્ષની જવાબદારી ૩ વર્ષ માટે કોન્ટ્રાકટર હોય છે ત્યારે આ હિલચાલ તદ્દન ગેર વ્યાજબી છે. તેમજ યોજનાનો પુરતો લાભ પ્રજાને ન મળેત ે દુઃખની વાત છે. આ અંગે યોગ્ય કરવાની માંગ અમરીશ ડેર દ્વારા કરવામાં આવી છે.