990

 વડોદરા મહાનગર સેવાસદન દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે આજે સવારે અલકાપુરી રેસકોર્સ સર્કલ ખાતે આવેલ ડો. બાબા સાહેબની પ્રતિમાને મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબહેન ભટ્ટ સહિતના અગ્રણીઓના હસ્તે પુષ્પાજંલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવા માટે ભવ્ય સ્ટેજ પણ બનાવ્યું હતું.ડૉ. બાબાસાહેબને પ્રથમ પુષ્પાજંલિ આપવા બાબતે જઇ રહેલા દલિત યુવાનને ભાજપાના કાર્યકરોએ અટકાવી માર માર્યો હતો. આ દરમિયાન પુષ્પાજંલિ અર્પણ કરવા માટે જીદે ચઢેલા દલિત કાર્યકરની પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. પોલીસ મથકમાં હુમલાનો ભોગ બનેલા કાર્યકર બેભાન થઇ જતાં તુરંત જ તેણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.