1734

સમગ્ર સૌરાષ્ટ્રમાં પીરબાપુ તરીકે જાણીતા એવા સૈયદ મોહંમદ હાશ્મીમીયા મુન્નવર હુસેન કાદરી રઝઝાકિ ઉનાવાળાના દાદા શફિમીયાબાપુનો ૩૩મો ઉર્ષ શરીફ આગામી તા.ર૦-પ-ર૦૧૭ના રોજ યોજાશે. જેમાં તા.ર૦ને શનિવારના રોજ સંદલ શરીફનું ઝુલુસ ખાન્કાહે કાદરીયાથી નિકળીને મજાર શરીફ ખાતે પહોંચશે અને રાત્રે મજાર શરીફ ખાતે શાનદાર તકરીર, વાએજ ખ્વાનીનો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં ઉનામાં પ્રથમવાર મુફતી શાકિરૂલ કાદરી સાહબ ક્રેઝી (યુપીવાળા) શાયરે ઈસ્લામ શકિલ આરફી સાહબ (યુ.પી.) પોતાની જુબાનથી તકરીર અને શાયરે ઈસ્લામ પેશ કરશે. જેરે સાદાતરપીર દાદાબાપુ કાદરી (સા.કુ.) ઝેરે હિમાયતપીર અલ્હાજ નીસારબાપુ કાદરી (ડુંગર) સહિત અનેક સાદાતે ઈકરામ ઉલ્માએ કિરામ રોનકે સ્ટેજ હશે. હાલ આ નુરાની જલ્સાને લઈને મહંમદ શફીબાપુ મે. ચેરી. ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી શરૂ છે.