2991

રાજુલા-જાફરાબાદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું પ્રદુષણ પોલીસે દામી દીધુ છે. જેને કારણે લોકો નવી લતે ચડ્યા છે અને આ લત ભયાનક સાબીત થાય છે. આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કોલા વોટર (સ્પ્રીટ)નું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું હતું અને પુરૂષો તેનું મોટા પ્રમાણમાં પીને તેનો નશો કરતા હતા તે અનેકવાર ગંભીર નિવડી હોવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આ દુષણને ડામવા મહિલા મેદાને આવતા જવાબદાર તંત્ર હરકતમાં આવતા ગઈકાલે વિક્ટર ગામની મહિલાઓ દ્વારા કોલા વોટર બંધ કરોના નારા સાથે કલેક્ટર કચેરીએ બહોળી સંખ્યામાં મહિલાઓ જઈને હલ્લાબોલ કર્યુ હતું ત્યારે આજે ડ્રગ્સ વિભાગ અને મરીન પોલીસ દ્વારા વિક્ટર, ખેરા અને ચાંચ બંદરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ખેરા ગામે કટલેરીની દુકાનની આડમાં આ નશાની બોટલો વેચતા જંડુરભાઈ પુનાભાઈ ગુજરીયાના કબ્જામાંથી ૮૬ બોટલો ઝડપાઈ હતી ત્યારે ડ્રગ્સ વિભાગ દ્વારા ૮ સીલ પેક બોટલોને કબ્જે લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી છે તથા વિક્ટરમાંથી આ બોટલોમાં બોક્સનો મસમોટો ખાલી જથ્થો મળતા તેનો નાશ કરાયો છે અને જો આવનાર સમયમાં એકપણ બોટલ ઝડપાશે તો કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પીએસઆઈ હિંગરોજાએ જણાવ્યું હતું. આ કામગીરી ડ્રગ્સ વિભાગના વી.ટી. દેવમુરારી, એસ.પી. સોલંકી, મરીન પોલીસ દ્વારા કરાઈ હતી.