2349

જિલ્લા એસ.પી. જગદીશ પટેલની સુચના દારૂની બદી દુર કરવાની પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કડકમાં કડક પગલા જરૂરી સુચનાઓ અપાતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ પુરી બાતમીના આધારે ઝાલા પોલીસ સ્ટાફ સાથે વોચ ગોઠવેલ તે મોટરસાયકલ તથા તેની પાછળ એક સફેદ કલરની અલ્ટો કાર પુરઝડપે નિકળતા જેનો ફિલ્મીઢબે પીછો કરતા સામા કાંઠા વિસ્તારમાં ડિઝલ પંપ પાસે ગાડી મુકી અંદર બેસેલ ઈસમો અંધારાનો લાભ લઈ ગયેલ બાદ ફોરવ્હીલ ગાડી નં.જી.જે.૧૪.ઈ. પ૦૮૩ ચેક કરતા જે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ર૦પ મેગડોલ તથા બિયરની બોટલ નંગ-૬૦ દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન મોટરસાયકલ અને અલ્ટો ગાડી મુદ્દામાલ સાથે રૂા.ર લાખ ૬૧ હજાર ૬૦નો મુદ્દામાલ પકડી પાડતા વી.એમ. ઝાલાએ દારૂ તથા મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવા તેમજ ભાગી ગયેલ ઈસમોને પકડી પાડી દારૂની દરરોજ સપ્લાય કરે છે કોને તે દિશામાં ચક્રો ગતિમાન કરેલ છે.