1896

બોટાદ જિલ્લાના બરવાળા નગરપાલિકા લાભો આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જયશ્રીબેન જરૂ (નાયબ કલેકટર-બરવાળા), મહાવીરસિંહ ાજાલા (મામલતદાર- બરવાળા), નટુભાઈ વાઘેલ (ચેરમેન - કારોબારી સમિતિ), બળવંતસિંહ મોરી, ભલાભાઈ ગોરાહવા સહિતના નગરપાલિકાના સદસ્યો તેમજ બરવાળા તાલુકા વહિવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રપ૦ લોકોના પ્રશ્નોને સ્થળ ઉપર જ નિકાસ કરવામાં આવ્યા હતાં.
બરવાળા નગરપાલિકા વીસ્તારના વોર્ડ નં.રમાં વસવાટ કરતા ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે બરવાળા વહિવટી તંત્ર દ્વારા  આ કેમ્પનું આયોજન તા. ર૪-પ-૧૭ના રોજ સવારના ૯-૩૦ થી સાંજના પ-૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બરવાળા ન.પા. વિસ્તારના ખોડિયાર મંદિર પાછળ પછાત વર્ગના લોકોની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ, બીપીએલ, પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, રેશનકાર્ડ, બાંધકામ શ્રમિક કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના, રેશનકાર્ડ, બાંધકામ શ્રમિક કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના, એટીવીટી, ન.પા.ના લાઈટ, પાણી સહિતની પ્રાથમિક સેવાઓ પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રપ૦ લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો.
બરવાળા તાલુકા વહિવટી તંત્રના આ પછાત વિસ્તારના લોકોની પ્રાથમિક જરૂરીયાતો પુરી પાડવાના અનેરા પ્રયાસથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી અને આ કાર્યક્રમને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધો હતો અને આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.