2856

સાવરકુંડલાના બાઢડા ગામે હરીરામબાપુ ગોદડીયા આશ્રમના મહંત સંત ભીખારામ બાપુ ગુરૂ શ્રી રામ બાપુના શિષ્ય હાલ મહંત બંસીદાસબાપુ દ્વારા આગામી તા.૯-૭-ર૦૧૭ને રવિવારે ગુરૂપૂજન, મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
સાવરકુંડલા તાલુકાના ગોદડીયા આશ્રમ બાઢડાના બ્રહ્મલીન ગુરૂ ભીખારામબાપુ ગુરૂ શ્રી રામબાપુ ગોદડીયાની છત્રછાયામાં વર્ષો પરંપરાગત રીતે ઉજવણી ગુરૂપૂર્ણિમા આ વર્ષે પણ ધામધૂમથી આગામી તા.૯-૭-ર૦૧૭ને રવિવારે ઉજવાશે. જેમાં સવારે ૯ કલાકે ગુરૂ પાદુકા પૂજન, બપોરે હજાર સેવક સમાજ તેમગ ગોદડીયા પરિવાર સહિત હજારો શ્રધ્ધાળુ મુમુક્ષો મહાપ્રસાદ લેશે તેમજ આખો દિવસ અનેક નામી-અનામી કલાકારો દ્વારા ભજનની લહેરૂ લુંટાશે. જે સાંજની મહાઆરતી દર્શન સુધી સંતવાણી સુરો રેલાશે તેમજ અનેક અખાડાના સંતો-મહંતો, રાજકિય આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહેશે તેમજ બાબરીયાવાડ, વળાંક, કાઠીયાવાડથી પંચાળ-જુનાગઢથી છેક અમદાવાદ, મુંબઈ તેમજ દેશ-પરદેશમાંથી ગોદડીયા પરિવારનો મહાસાગર ઉભરાશે. સર્વો મુમુક્ષોને આ ગુરૂપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા હાલના મહંત બંસીદાસબાપુએ અનુરોધ કરેલ છે.