1419

રાજુલાના ભેરાઈ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ મંદિર રરમો દિવ્ય વાર્ષિક પાટોત્સવ અંતર્ગત આંબાવાડીમાં આંબરસ મહાપ્રસાદ અભિષેક મહાપૂજા-અન્નકુટ દર્શન અને મહાઆરતીનો ભવ્ય ઉત્સવ ઉજવાયો. મહંત હરિનંદન સ્વામી દ્વારા સુંદર આયોજન કરાયું હતું.
આજે રાજુલા ભેરાઈ રોડ ગુરૂકુળ મંદિર ખાતે રરમો દિવ્ય પાટોત્સવ અંતર્ગત આંબાવાડીમાં આંબરસ ઉત્સવ ઉજવાયો. પ્રથમ ભગવાન સ્વામિનારાયણને અભિષેક મહાપૂજા-અન્નકુટ દર્શન અને સર્વોપરી સત્સંગ સભા મહાઆરતીનું આયોજન બાદ સર્વે આમંત્રિતોને મહાપ્રસાદનું આયોજન મંદિરના મહંત હરિનંદન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, શ્રીજીનંદન સ્વામી, પુરાણી સ્વામી તેમજ મહુવા મંદિરના મહંત ભક્તિતનયદાસજી નારાયણદાસજી, શાંતિસ્વામીની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ વેદક્ત વિધિના શાસ્ત્રી બાબુદાદા, પરીયાદેવના વક્તા બારોટ પ્રવિણભાઈ, હરિભક્તો જે.બી. લાખણોત્રા, મનુભાઈ ખુમાણ તેમજ મહાઆરતીના સુરેશ પરીબાપુ, બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરના મહંત સહિતની હાજરીમાં રરમો પાટોત્સવ ઉજવાયો.