1204

રાજુલાના ખેરા ગામે દરિયા કાંઠે મહિલાની શંકાસ્પદ લાશ પડી હોવાની ગ્રામજનોને જાણ થતા આ અંગે મરીન પોલીસ પીપાવાવને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશ અંગે તપાસ હાથ ધરતા લાશ તેજ ગામના જમનાબેન જેન્તીભાઈ ગુજરીયા (ઉ.વ.૪પ) હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક મહિલા ઈસ્ટોરીયાના દર્દી હતા અને આજરોજ સવારના સમયે દરિયાકાંઠે માછીમારી કરવા માટે ગયા હતા ત્યાં તેઓને ઈસ્ટોરીયાનું દર્દ થતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. મહિલાની લાશ રાજુલા ખાતે પી.એમ.માં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે વધુ તપાસ એ.જી. પાડા (એએસઆઈ, મરીન પોલીસ) ચલાવી રહ્યાં છે.