2895

રાજુલા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા સાથે તાલુકાના સરપંચોએ નવ નિયુકત નાયબ કલેકટરને ફલહારથી સ્વાગત કરી આવકાર્યા હતાં.  રાજુલા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા સાથે રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા, સુરેશભાઈ ધાખડા, મારૂતિ કન્સટ્રકશન તનુભાઈ ધાખડા ભચાદર સરપંચ, મનુભાઈ ધાખડા, જાંપોદર સરપંચ સહિત આગેવાનોએ નવ નિયુકત ડેપ્યુટી કલેકટર દિલીપસિંહ વાળાને શુભેચ્છા મુલાકાતે ફુલહારથી સ્વાગત કરી રાજુલા, જાફરાબાદ ધણીધોરી વગરના તાલુકાનો વિકાસ થાય લોકો નિરાંતે કોઈની બીક વગર કામધંધે કરે અને સુખાકારી રીતે વર્તે તેવી આશાઓ સાથે કાયદો વ્યવસ્થા જળવાય તેવી શુભેચ્છાઓ વ્યકત કરેલ.