1606

જાફરાબાદ તાલુકાના લોઠપુર કોવાયા માર્ગ પર મીની ટ્રેકટર, ટ્રક, બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માતથી માર્ગ પર અફડાતફડી મચી ગયેલ. અકસ્માતમાં કોવાયાના મીની ટ્રેક્ટરના ચાલક ચંદારામ સુલતા રામ મારવાડી રાજસ્થાન વાળાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેમાં બાઈક ચાલકને પણ સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ઘટનાને પગલે જાફરાબાદ પોલીસ દોડી તપાસ હાથ ધરી છે. ૧૦૮ દ્વારા ટ્રેક્ટર ચાલકને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલ પહોંચાડતા રસ્તામાં જીવ છોડી દેતા ફરજ પરના ડોક્ટરએ જાફરાબાદ હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હતો. હાલમાં જાફરાબાદ પોલીસ તપાસ ચલાવી રહી છે. કેવી રીતે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા થોડીવારમાં માટે રોડ બ્લોક થતા ટ્રાફિકજામ સર્જાતા પોલીસ દોડી આવી માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો.