1832

વેરાવળ નગરપાલીકાના પ્રમુખ જગદીશભાઇ ફોફંડીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની એક બેઠક આજે મળી હતી. જેમાં ૨ ભાજપના અને ૧૧ કોંગ્રેસના નગરસેવકો હાજર રહૃાા હતા. વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપના નગરસેવકોએ સર્વાનુમતે બહાલી આપી હતી. માત્ર ભુગર્ભ ગટરના કામો અને રોડના કામોમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમજ ખાર્તમુહર્ત થયા હોય છતાં  રોડના કામો ચાલુ ન થયા હોવાનું જણાવ્યુ હતું. 
    વેરાવળ નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠકમાં આજે કોંગ્રેસ ભાજપે ફરી હમ સબ સાથ સાથ હેની ભુમીકા મુજબ જ સર્વાનુમતે દરેક ઠરાવોને બહાલી આપી હતી. આજની બેઠકમાં ૨૨ ભાજપના હાજર, ચાર રજા રીપોર્ટ એક ગેરહાજર તેમજ કોંગ્રેસના ૧૧ હાજર, પાંચ રજા રીપોર્ટ અને એક ગેરહાજર રહૃાા હતા. આજના એજન્ડામાં ભુગર્ભ ગટર યોજના હજુ બની નથી ત્યાં તે અંગેના ચાર્જ તથા વેરાઓના નિયમો નક્કી કરી મંજુર કરવા બાબતે ચર્ચા થઇ હતી . આવાસ યોજનાના મકાન ફાળવવા અંગેના નિયમો નક્કી કરવા.ચોમાસ પૂર્વ શહેરની તમામ મોટી ગટરો સાફ સફાઇ કરવાના કામોની મંજુરી , જેસીબીના ટાયર ટયુબ ખરીદ કરવા ૬૦ હજારની રકમ મંજુર કરવી, વિવિધ ખર્ચાઓના પૈસા મંજુર કરાવવા, શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગટરના પાણીના નિકાલ માટે ૩૦ લાખ ફાળવવાનો ખર્ચ મંજુર કરાવવા બાબત ની ચર્ચામાં હાલ ચોમાસાની સીઝન પહેલા દરેક મોટી ગટરોની સફાઇ કરવા નગરસેવકોએ તાકીદ કરી હતી. નગરપાલીકાના ઝેરોક્ષ, પ્રિન્ટર ના ખર્ચા સર્વાનુમતે મંજુર થયા હતા. નગરસેવક કોંગ્રેસના અનવરભાઇએ રોડના કામો થતા નથી તેમજ થાય છે ત્યાં ભ્રષ્ટાચાર થઇ રહૃાો છે તેમ જણાવ્યુ હતું. તો ગુલામ ખાને ગટર સફાઇ વ્યવસ્થિત કરવા તેમજ ભુગર્ભ ગટરની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે અંતે ઘીના ઠામ માં ઘી મુજબ હમ સબ એક હે જેવો તાલ સર્જાયો હતો.