1919

અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટમાં સરપંચ હમીરભાઈ શિયાળ, રૂપસંગભાઈ તેમજ પંચાયત બોડીના કાર્યકરો ગામ આગેવાન નાનજીભાઈ તથા બોટ એસોસીએશન પ્રમુખ નાનજીભાઈ જગાભાઈ શિયાળ, માલાભાઈ માણસુરભાઈ જેવા સક્રિયા કાર્યકરો સાથે કાળીબહેન, લાખુબહેન બાળધીયા જેવી પંચાયત બોડીમાં મહિલા સંગઠનથી જ શિયાળબેટનો એક પછી એક વિકાસ જેવા કે કરોડો રૂપિયાના ખર્ચે આઝાદીના ૭૦ વર્ષ અન્ડર ગ્રાઉન્ડ પાણીમાં વિજવાયરોના જાડા દોરડાઓ નાંખી શિયાળ બેટને ઝળહળતું કરવા ખુદ મુખ્યમંત્રી આનંદી બહેને અદ્યતન હાઈસ્કુલ અને લાઈટનું લોકાર્પણમાં સરપંચ હમીરભાઈ ધારાસભ્ય હિરાભાઈ અને તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાના પ્રયાસોથી ખારા સમુદ્રનું ખારૂ પાણી પીતી ૧ર૦૦૦ની વસ્તી ધરાવતા શિયાળબેટની જનતાને કઈક બિમારીઓ જેવી કે શ્વાસ, દમ, કિડનીમાં પથરી જેવા અસાધ્ય રોગની પીડાતી જનતા જે માણસોના અંતે ભોગ લેવાયા ગયા લેવાતા ગયા જેના બીકથી શિયાળબેટના લોકો ધંધાર્થે જાફરાબાદમાં આવન-જાવનથી સ્થાપી થયા પણ સરપંચ હમીરભાઈએ વિકાસનો ઝંડો હેઠો પડવા ન દીધો નર્મદા યોજનાનું મીઠુ પાણી લાવવા અંતે ફરિવાર ઝુબંશે ઉપાડતા આખરે પીવાના પાણી માટે વિકટર બંદરથી શિયાળબેટ પાણી પુરવઠો  પહોંચાડવા તંત્ર દ્વારા રૂા. ૧૦ કરોડના ખર્ચે ૧૧ કી.મી. વિકટરથી ખાડીમાં પાણીની લાઈન નાંખી ૧૩ લાખ લીટરનો સંપ અને ૧૦-૧૦ લાખ લીટરના બે સંપ, અવેડા, ઉપરાંત ૯ લાખ લિટરનો ટાંકો બનાવાશે. 
જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણતાના આરે પહોંચી પાણી પુરવઠા દ્વારા રૂા. ૧૦ કરોડ મંજુર થયા તા. ર૦-પ ટેન્ડર બહાર પડેલ જેમાં ભુગર્ભ પાઈપ લાઈન વિકટરથી શિયાળબેટ ભુગર્ભ ટાંકા સહિત ૩ર લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તેમજ ગામમાં પશુઓ માટે અવેડા ટાંકા માટે એસ.ડી.પ. લાઈન નંખાશે તેમજ શિયાળબેટમાં પ૦’ ૪ મીટરનું પંપીંગ મીશન અને હાઉસ પણ તૈયાર થશે આ આઠથી ૧૦ દિવસમાં પુર્ણ થશે તે માટે આજે સરપંચ હમીરભાઈ તથા રૂપસંગભાઈ અમરેલી મીટીંગ કરેલ ત્યારે જાણવા મળતી વિગતો પ્રમાણે તાબડ તોબ કામગીરી આરંભ્યા બાદ આઠ માસ જેવો મીઠા પાણીનો પ્રોજેકટથી શિયાળ બેટની ૧૦ હજારની જનતા મીઠુ પાણી પીશે અને તમામ રોગોથી ભયમુકત થશે. 
હિરાભાઈ સોલંકીના પ્રયાસોથી આ અદ્યતન  પાણી પ્રોજેકટ તૈયાર થશે. પણ બીજી ઘણી બધી શિયાળબેટની વિકાસની વાતો કરીએ ગામમાં બ્લોક રોડ, ૯૦ ટકા ગામમાં શોષાલયો અને ર૦ વર્ષે બંધ પડેલ એસ.ટી. બસની સુવિધા શરૂ કરાઈ તેમજ એસ.ટી. બસ છેક જેટી પર દરીયાના મોજાની થપાટુ ખાય ત્યાં સુધી લાવવા સરપંચે રોડ બનાવાયો અને જેટી ઉપર મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયેલ.