759

બાબરીયાવાડમાં દિપડાનો આતંક વધતો જાય છે. હેમાળ ગામે ઘરમાં રાત્રે ઘુસી બાપ અને દિકરાને ચુંથી નાખી ગંભીર હાલતે દાખલ કરાયા ત્યારે લોહી નિકળતી હાલતે આહિરનું પાણી દિપડાને બતાવ્યું. દિપડાને ઘરમાં પુરી વન વિભાગે રેસ્કયુ કરી પાંજરે પુર્યો અને લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
બાબરીયાવાડમાં દિપડાનો આતંક વધતો જાય છે. રાજુલાના ચોત્રા ગામે બે દિવસ પહેલા તેની માતાની હાજરીમાં પુત્રને ઉપાડી જતા માંડ મોતના મોઢામાંથી છોડાવ્યો અંતે અમદાવાદ ખાતે તે બાળકને હડકવા થઈ જવાથી મોતને ભેટયો ત્યાં ગઈકાલે જાફરાબાદના હેમાળ ગામે રાત્રે દિપડો ઘરમાં ઘુસી આહિર કાળુભાઈ લખમણભાઈ વાઘ અને તેના જ પુત્ર મંગાભાઈ કાળુભાઈ વાઘ તેમના મકાનની ઓફિસમાં સુતા હતા ત્યારે ઘરમાંથી ઓફિસમાં સુતેલા બાપ ઉપર હુમલો કર્યો હતો. સગા બાપ ઉપર હુમલો કરતા દિકરા મંગાભાઈએ દિપડાનો સામનો કર્યો અને ઓફિસને એક દરવાજો જ ન હતો અને ચાલુ યુધ્ધે બહાર બાપ-દિકરો નિકળી જઈ દરવાજા વગરના દ્વારને આડા ખાટલા મુકી બીજો દરવાજો બન્ને બાપ દિકરાને લોહી નિકળતી હાલતે આહિરનું પાણી બતાવ્યું તેના ઘરમાં જ પુરી દીધો અને વન વિભાગને જાણ કરી રેસ્ક્યુ કરી દિપડાને પાંજરે પુર્યો. વન વિભાગને સરપંચ મયલુભાઈએ લેખીતમાં રજૂઆત તરીકે આવા હિંસક જંગલના પ્રાણીઓ માનવ વસ્તીમાંથી બહાર કાઢી વનમાં મુકી આવો નહીંતર ખેડૂતોની જમીન પણ બંઝર થઈ જશે.