સમગ્ર વિશ્વમાં તમામનુ ધ્યાન ખેંચી રહેલા સાબરમતી રિવર ફ્રન્ટ પર આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના દિવસે જાહેરાત કર્યા બાદ ધારણા પ્રમાણે જ આજે મંગળવારને સવારે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રીવરફ્રન્ટ પરથી સી પ્લેન મારફતે ધરોઇ જવા માટેની ઉડાણ ભરી હતી. આની સાથે જ વિકાસના એક નવા પ્રકરણની શરૂઆત થઇ હતી. વિકાસના નવા સોપાન વચ્ચે મોદીએ પાલડી-સાબરમતી રિવર ફ્રન્ટ પરથી ધરોઇ સરોવરમાં ઉડાણ ભરી હતી. અમદાવાદનો...
વધુ વાંચો

કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન મીડિયાપર્સન સાથેની વાતચીતમાં ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં જનતાનો મુડ બદલાયો છે અને જોરદાર અંડર કરંટ છે, તેથી આ વખતે કોંગ્રેસ જનતાની પોતાની સરકાર બનાવશે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બહુ જબરદસ્ત આવવાના છે. અમને એમ હતું કે, ભાજપ બહુ મર્દાનગીથી લડશે પરંતુ મર્દાનગીથી ના લડયું, જેની સામે મને ખુશી છે કે, કોંગ્રેસ પૂરાજોશ અને...
વધુ વાંચો

વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે ૫ વાગે થંભી જશે ત્યારે પ્રચારના છેલ્લા દિવશે આજે આણંદના અંબાજી મંદિર પાસે ગુજરાતના મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ ૧૫ મિનીટમાં જ બે અલગ અલગ નિવેદનો કર્યા હતા.
આણંદમાં અંબાજી મંદિર પાસે યોજાયેલ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો ૧૫મી તારીખે ગુજરાતમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં લોકો આતશબાજી કરી દિવાળી મનાવશે, પણ જો કોંગ્રેસની ગુજરાતમાં જીત થશે તો...
વધુ વાંચો

ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની વાત કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કરી છે તો તે કઇ રીતે આપશો એ મતલબના પ્રશ્નના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બંધારણની મર્યાદામાં રહીને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે બિનઅનામત સમુદાય છે તેઓ માટે ખાસ બીલ લાવશે, તેને પસાર કરી રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલાશે અને બિનઅનામત સવર્ણ સમુદાય માટે વિશેષ આયોગની રચના કરવામાં આવશે. એટલે પાટીદારોને અનામત...
વધુ વાંચો

૯૩-ઉના વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અન્વયે તા.૦૯/૧૨/૧૭ નાં રોજ મતદાન યોજવામાં આવેલ હતું. જે પૈકી ૧૬૩-બંધારડા અને ૨૨૪-ગાંગડા-૩ મતદાન મથક પર થયેલ ક્ષતિનાં કારણે ભારતનાં ચૂંટણીપંચ દ્વારા ઉકત બે બુથ પર થયેલ મતદાન રદ કરવા અને ફેર મતદાન યોજવા નિર્ણય કરવામાં આવેલ છે. જેથી આ બન્ને બુથ પર તા.૧૪/૧૨/૧૭ નાં રોજ સવારનાં ૦૮ઃ૦૦ કલાકથી સાંજનાં ૦૫ઃ૦૦ કલાક દરમ્યાન ફેર મતદાન યોજાશે. 

૯૦-સોમનાથ વિધાનસભાના મહિલા મતદાન મથક પર ૫૦.૦૮ ટકા મતદાન થયું
૯૦-...
વધુ વાંચો

ધોલેરાના કામાતળાવ ગામે રામાપીર મંદિરના પટાંગણમાં સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તાર, મધ્ય ગુજરાત તેમજ ખંભાતના અખાત વિસ્તારના અલગ-અલગ જ્ઞાતિના યાને સર્વજ્ઞાતિ સમુહ લગ્ન યોજવામાં આવેલ. તેમાં કુલ ૧૪ર કપલોએ અત્રે આવેલ રામાપીર મંદિરના પટાંગણમાં પ્રભુતામાં પગલા પાડયા હતા.
અત્રે યોજવામાં આવેલ સમુહ લગ્નના આયોજન મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ મેર (રાજકોટ)વાળાના સહયોગથી યોજવામાં આવેલ. તેમના ટ્રસ્ટ દ્વારા ૧૯માં...
વધુ વાંચો

વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના એકાદમી નિગમના મંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) ગુજરાત સૌરાષ્ટ્રના બારોટ સમાજની મુલાકાતે આગામી સમયમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા-તાલુકાના સંગઠનો કરાશે.
વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના એકાદમી નિલમના રાજ્ય સરકારના મંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) ગુજરાત બારોટ સમાજની મુલાકાતે જેમાં દિયોદરના ચમનપુરા ગુજરાત...
વધુ વાંચો

દામનગર ભુરખીયા રોડ ચોકડી પાસે લાઈટ માટે ઉભો કરાયેલ ટાવર ને કોઈ વાહન દ્વારા ટોકર મારતા ધરાશય  નગર પાલિકા દ્વારા હાઈવર મેક્સ લાઈટ ટાવર ઉભો કરી શહેર ને અજવાફ્રું આપવા કરેલ વ્યવસ્થા માત્ર એક માસ માં પડી ગઈ નગર પાલિકા એ આ ટાવર ઉભો કરવા ત્રણ સ્થફ્ર પસંદ કર્યા હતા અને દામનગર શહેર માં વિકાસ કર્યો હોય તેવું દેખાય તે માટે શહેરી વિસ્તાર ની આભા ઉભી કરવા હાઈવર મેક્સ લાઈટ ટાવરો તો ઉભા કર્યા પણ તે એકા એક બહુજ ટુક સમય માં જ પડી કેમ ગયા? કઈ કંપની દ્વારા...
વધુ વાંચો

નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. પાટણ ખાતેની પોતાની સભામાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં જ્યારે પૂર આવ્યું ત્યારે અહીંની જનતા પૂરના પાણીમાં બચવા માટે મથામણ કરતી હતી અને કોંગ્રેસના નેતાઓ સ્વીમિંગ પૂલમાં ઝબુકિયા મારી રહ્યાં હતા.
 કોંગ્રેસવાળા હાલ બ્લૂ ટૂથ, બ્લૂ ટૂથ બોલી રહ્યાં છે, પરંતુ તેઓ એ બંધ કરી દે કારણ કે તેઓ બ્લૂ વ્હેલમાં ફસાણા છે અને ૧૮મી તારીખે આ બ્લૂ વ્હેલનો...
વધુ વાંચો

રાજયમાં બીજા તબકકામા ગુરૂવારના રોજ હાથ ધરનારી બીજા તબકકાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આવતીકાલ મંગળવાર સાંજે પાચ કલાકથી શાંત થઈ જશે.ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠક માટે પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ પુરુ થયા બાદ હવે બીજા તબકકા માટે ગુરુવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવા માટે...
વધુ વાંચો